જાણીતા ક્રિકેટર બ્રાઇન લારાને મુંબઈ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, કહેવાય છે કે તેઓને હૃદયની કોઈ માઇનોર સ્કેર ના સિમટમ્સના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો. બ્રાઇન લારા હાલ માં ચાલી રહેલા વલ્ડકપમાં કોમેન્ટ્રી અને સંચાલનમાં પણ કાર્યરત હોવાથી સ્વાસ્થ્ય અંગે અનેકે અટકળો અને અફવાઓ વહેતી થઇ હતી.
તેઓ પાછાલા થોડા સમય થી મુંબઈ માં જ રહે છે અને સ્ટાર સપોર્ટ સાથે જોડાયેલા છે. તેઓએ T 20 અને વલ્ડ કપ દરમિયાન કોમેટરી માટે સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરાર પણ કરેલો છે. સૂત્રો મુજબ ગ્લોબલ હોસ્પિટલમાં તેઓ સાવચેતી માટે દાખલ થયા છે અને કોઈ ગંભીર બીમારી કે ચિંતાજનક પરિસ્થિતિ ના હોવાનું જાણવા મળે છે.


















































