જયારે વાતાવરણ કે ઋતુ બદલાય ત્યારે આ સમસ્યા ખાસ યુવા અને ટીન એજ માં જોવા મળે છે. છોકરીઓને 16 વર્ષની આસપાસ પિમ્પલ થવાની સમસ્યા શરૂ થઇ જાય છે. ઘણી છોકરીઓને આ સમસ્યા લાંબા સમય માટે રહે છે. તેઓ ઇચ્છીને પણ ખીલથી છુટકારો નથી પામી શકતા. ખીલ આપણી સુંદરતામાં અવરોધરૂપ બને છે. માટે ખીલને હંમેશા માટે દૂર કરવા માટેના કેટલાક ઉપચાર છે જેને અપનાવવાથી ખીલ થતા નથી. જો તમને પિમ્પલ થયા હોય તો પણ આ ઉપાય અજમાવવાથી તે દૂર થઇ જશે.
- એક આદુનો ટુકડો લો અને તેને છોલીને પીસી લો. બાદમાં આ પેસ્ટમાં ગુલાબજળ મિક્સ કરીને કોટન દ્વારા ચહેરા પર લગાવી લો. 10 મિનીટ બાદ તેને ધોઇ લો જેથી તમારા પિમ્પલ 7 દિવસની અંદર દૂર થઇ જશે.

- એક લીંબુ લો. તેને કાપીને ચહેરા પર લગાવી લો. જ્યાં ખીલ થયા છે ત્યાં તેને ગોળ ગોળ ફેરવો. બાદમાં ચહેરો પાણીથી ધોઇ લો. એક ટામેટુ લઇને તેના પર ખાંડ લગાવી લો. બાદમાં આ ખાંડ વાળુ ટામેટુ ખીલ થયા હોય ત્યાં લગાવીને ગોળ ગોળ ફેરવો. આમ કરવાથી એક અઠવાડિયાની અંદર પિમ્પલની સમસ્યામાંથી છુટકારો મળશે.
- રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી શરીરની અંદરનો કચરો બહાર નિકળી જાય, અને ખીલની સમસ્યામાંથી છુટકારો મળે.

- જ્યાં સુધી તમારા મોઢા પર ખિલ છે ત્યાં સુધી કોઇ પણ પ્રકારના કોસ્મેટિકનો ઉપયોગ ના કરવો જોઇએ.
iGujju ની આ ટિપ્સ અપનાવવાથી પિમ્પલથી છુટકારો મળશે.


















































