જવા દો ને યાર!
બધું ભૂલોને યાર!
શું લઈને આવ્યા ‘તા,
ને શું લઈને જવાનું છે,
જેવા આવ્યા ‘તા,
એવા જ પાછા જવાનું છે.
વીતી ગયેલી વાતો કેટલા વર્ષો સુધી યાદ રાખશો,
જીવનમાં માણવા જેવી પળોને શું બાકી જ રાખશો?
જવા દો ને યાર!
બધું ભૂલોને યાર!
જીવનને આપણે ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં જીવીએ છીએ.એક બાળપણ,બીજી જુવાની અને ત્રીજી વૃદ્ધાવસ્થા.દરેક
સમયની યાદો સમયના વહેણ પ્રમાણે બદલાતી હોય છે.આપણા જીવનને અનુલક્ષીને અહી જો આપણને એક સવાલ
કરવામાં આવે કે,આ ત્રણેય તબક્કાઓમાં તમારો સૌથી ગમતો અને યાદગાર સમય કયો છે? કદાચ મોટાભાગના લોકોનો
જવાબ એક જ હશે,તેમના બાળપણનો સમય! આપણું બાળપણ ગરીબીમાં વીત્યું હોય કે ઘણી બધી સુખ-સાહિબીની
વચ્ચે વીત્યું હોય,એ બાબત અહી matter નથી કરતી.
બાળપણના એ દિવસોની તો વાત જ કઈક અલગ હતી.નાનામાં-નાની વસ્તુઓમાંથી પણ આપણને એક અજબનો આનંદ
મળતો હતો.દરેક દિવસોને અને દરેક ક્ષણોને આપણે મન ભરીને જીવ્યા છીએ.પરંતુ તમને ખબર છે કે આના પાછળનું
મુખ્ય કારણ શું હતું? આનું મુખ્ય કારણ એ હતું કે આપણે એ વખતે બાળક હતા.ઘણી બધી જગ્યાએ આપણે સાંભળ્યું હશે
કે “બાળક એ ભગવાનનું સ્વરૂપ છે.” બાળકની અંદર રહેલો એક ચોખ્ખો જીવ,કે જેને જગતની કોઈ ખબર જ
નથી.નિર્દોષતાથી ભરેલું અને સંપૂર્ણ આનંદથી છલકાતું એ જીવન.મમ્મી-પપ્પાએ જે વાત કોઈની સામે બોલવાની ના
પાડી હોય એ જ વાત વગર વિચાર્યે આપણે બીજા સામે કરી દેતા હતા,અને પછી પાછળથી મમ્મી-પપ્પાના ગુસ્સાનો
ભોગ પણ બનવું પડતું હતું.અને બીજો દિવસ થતા તો આપણે હતા એવા ને એવા! મનમાં ન કોઈ વાત રાખતા હતા કે ન
કોઈ ફરિયાદોમાં કયારેય જીવતા હતા.જે મનની અંદર હોય એ તરત જ મોઢે કહી દેવાનું એવું કપટથી રહિત જીવન જીવતા
હતા.ભાઈ-બહેન સાથે ઝઘડો થતો પણ પળવારમાં તો પાછા બધા ભેગા થઇ સાથે રમવા પણ માંડતા. “ આ મારું અને
આ તારું કહેતા પણ ક્યારેય કરતા નહી.”દરેક વસ્તુઓનો આનંદ સાથે હળીમળીને લેતા.બાળપણના અને અત્યારના
જીવનમાં એટલે કે આપણા મોટા થઇ ગયા પછીના જીવનમાં કેટલો બધો ફરક આવી ગયો છે. “અત્યારે આપણા બધા પાસે
ફરિયાદોનો તો ભંડાર છે પરંતુ જીવનમાં યાદ રાખવા જેવી એક સારી બાબતમાં પણ આપણે બધા કેમ નાદાર છીએ?”
વર્ષોની જૂની વાતોને પણ આપણે ક્યારેય ભૂલી શકતા નથી.ગઈકાલની અમુક ખરાબ યાદોમાં આપણે આપણો આજનો
આનંદ ગુમાવી રહ્યા છીએ.ઘરમાં બધાના શરીર ભલે જુદા હતા,પણ આપણા મન તો એક જ હતા. “બાળપણની એ
અણમોલ યાદો અત્યારની નાની અમથી કડવી વાતના લીધે કેમ ક્ષીણ થવા લાગી છે?”. “પરિવાર સાથે જીવન જીવવાની
એ મજા અત્યારે આપણને સજા કેમ લાગવા માંડી છે?” ક્ષણ ભરની એ કડવી વાતમાં આપણે આપણો આજ અને આપણી
આવતીકાલનો આનંદ કેમ ગુમાવી રહ્યા છીએ? ખરેખર,જો જીવનને આનંદથી જીવવું હોય તો બસ,જવાદો ને યાર! બધું
ભૂલોને યાર!
જન્મ લઈને જયારે આપણે આ દુનિયામાં આવ્યા હતા,ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા.અને જયારે પણ આ દુનિયામાંથી
વિદાય લઈને જઈશું,ત્યારે પણ ખાલી હાથે જ જવાનું છે.તમારા જીવનની સૌથી પ્રિય વ્યક્તિ,તમારી અણમોલ વસ્તુઓ કે
તમારા જીવનની કોઇપણ ફરિયાદો ,બધું અહીનું અહી જ રહી જવાનું છે.જીવીએ ત્યાં સુધી પોતે પણ દુખી રહીએ અને
બીજાને પણ દુખી કરીએ,આવું જીવન શું કામનું? આપણા જીવનમાં સુખી થવાના કારણો બહુ ઓછા છે પરંતુ દુઃખી
થવાના કારણો જોઈએ તેટલા છે.અમુક સવાલોના ક્યારેય કોઈ જવાબ જ નથી હોતા અને છતાં પણ આખી જિંદગી એવા
સવાલોના વમળમાં શા માટે ઘેરાયા કરવાનું? જે બાબતો આપણને જીવનમાં દુખી જ કરવાની છે એના વિશે વારંવાર કેમ
વિચાર્યા જ કરવાનું? ઘરમાં રહેતા દરેક વ્યક્તિને હંમેશા એવું જ કેમ લાગે છે કે દરેક વાખતે મારે જ સહન કરવું પડે
છે.અને આપણી વિચારસરણી પણ એટલી અજબ હોય છે કે આપણે બધે adjust થઇ જઈશું પરંતુ ઘરમાં ક્યારેય adjust
થવાની કોશિષ પણ નહી કરીએ.ઘરના સંબંધો સિવાયના દરેક સંબંધોને સાચવવાની આપણે પુરેપુરી કોશિષ કરીશું.આપણી
એક નાનકડી માફીથી જો આપણા ઘરના બધા જ પ્રશ્નો હલ થતા હશે તો પણ ઘણીવાર આપણને એટલું પણ નમવું
ગમતું નથી. “નમે તે સૌને ગમે” આ કહેવત બધે જ લાગુ પડે પણ ફક્ત ઘરમાં જ નહી.” અને એટલે જ અત્યારે સામુહિક
જીવન જીવતા લોકોની સંખ્યા દિવસે ને દિવસે ઘટવા લાગી છે.પહેલા લોકો joint family માં જીવતા હતા,પછી ધીરે-ધીરે
બધા nuclear family એટલે કે એક નાનું કુટુંબ કે જેમાં ફક્ત માતા-પિતા અને તેમના બાળકો જ રહેતા હોય અને હવે
ધીરે-ધીરે આમાંથી પણ સંખ્યા ઘટાડીને seprate એટલે કે માતા પણ અલગ રહે અને પિતા પણ અલગ રહેતા હોય.અને
બાળકોને જેમની સાથે ફાવે એમની સાથે રહેતા હોય છે.નાનો પરિવાર સુખી પરિવાર એ વાત સાચી પણ ઘરમાં રહેતા
બધા જ સભ્યો અલગ રહેવા લાગે એ ક્યાંનું સુખ છે? આપણા જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું પણ જે નથી બદલાયું તો
એ છે આપણા ફરિયાદોનું લીસ્ટ,કે જેના લીધે ઘણીવાર આપણે એકબીજાનું મોઢું પણ જોવાનું પસંદ નથી
કરતા.ફરિયાદોના એ લીસ્ટ જેવા એકબંધ મુકીએ છીએ,એવા જ એકબંધ સમયસર પાછા પણ કાઢીએ છીએ.એમાંથી એક-
બે ફરિયાદો વધી જવાની શક્યતા છે,પરંતુ ઘટવાની શક્યતા તો કોઈ અંશે હોતી જ નથી.અરે! જીવનને જોવાનો અને
વ્યક્તિઓને જોવાનો ઢાળ બદલતા શીખો.દરેક બાબતોએ નકારાત્મક જોવાને બદલે હકારાત્મક રીતે જોતા
શીખો.ટેલીવીઝન પર આવતી sab channel લગભગ બધા જોતા જ હશે,તેનું એક સ્લોગન છે જે લગભગ બધાએ
સાંભળ્યું જ હશે કે “ અસલી મજા તો સબ કે સાથ હી આતા હૈ” એમની channel ના પ્રમોશનની સાથે-સાથે આ સ્લોગન
આપણા બધાના જીવનમાં એક સચોટ તથ્ય ધરાવે છે.જે મજા સાથે રહેવામાં છે એ એકલા રહેવામાં ક્યાં છે?અત્યારે બધા
પોતાની privacy વિશે વિચારતા થઇ ગયા છે,અને એમાં કઈ ખોટું નથી.,પરંતુ આખી જિંદગી privacy માં જ રહેવું એ
જરૂર ખોટું છે.બધા ભલે પોતાના પરિવારો સાથે અલગ રહો,પણ જયારે પણ એકબીજાને મળો ત્યારે એકબીજાને ignore
કરવાને બદલે એકદમ આનંદથી મળો.જીવનના દરેક મહત્વના પ્રસંગો બધા સાથે મળીને માણો.ફરી હવે ક્યારે મળીશું એ
સવાલ સાથે છુટા પડો.
જીવનમાં દરેક વ્યક્તિ તમારી વિચારસરણી પ્રમાણેના જ હોય એવી ખોટી આશા ક્યારેય ન રાખશો.આપણા પોતાના
બાળકો પણ આપણા વિચારો પ્રમાણેના નથી હોતા તો બીજા લોકો તમે વિચારો એવા ક્યાંથી હોય? “જીવનમાં બીજાને
બદલવા કરતા પોતાની જાતને બદલતા શીખો.” જીવનમાં સારું કર્મ કરો તો પણ અને કદાચ જો કોઈ તમારી સાથે ખોટું કરે
તો પણ,આ બધા નિર્ણયો કુદરત પર છોડીને બધું ભૂલીને આગળ વધતા શીખો.જીવનમાં બનેલા બનાવોના લીધે વારંવાર
દુખી થવાને બદલે હવે મારા જીવનને આગળ કેવી રીતે સુખના ઢાળમાં ઢાળી શકીશ એનો વિચાર કરતા શીખો.
બાળપણની જેમ જ જીવનના દરેક તબક્કાઓને માણતા શીખો.જીવનને એવું ભરપુર જીવો કે જીવનની દરેક નાનકડી પળ
પણ યાદગાર બની જાય.ફરિયાદો,જીદ,હઠ,ego આ દરેક શબ્દો તમારા જીવનમાંથી કાઢી નાખો.જીવનની એક નવી
શરુઆત કરો કે જ્યાં ફક્ત જીવન જીવવાનો એક આનંદ જ હોય.બીજાની ભૂલો અને બીજાની ખામીઓ જોવાનું છોડી
દો.બાળપણની જેમ જ એકદમ નિર્દોષ થઇ જાઓ.નિર્દોષતાથી ભરેલું અને કપટથી રહિત એવું એક આનંદમય જીવન
જીવતા શીખીએ.ભગવાને આ પૃથ્વી ઉપર ઘણા બધા જીવોને જન્મ આપ્યો છે,પરંતુ ફક્ત મનુષ્ય જ એવો જીવ છે કે જે
કુદરતની નાનામાં-નાની રચનાઓની અનુભૂતિ કરી શકે છે,તેને માણી શકે છે.આપણને મળેલો આટલો મોટો અધિકાર
આટલો મોટો અવસર, આવા તુચ્છ દુઃખોમાં શા માટે ખોઈ દેવાનો? દુખના વમળોમાં નહી પરંતુ સ્નેહના અને પ્રેમના
વમળોમાં ઘેરાઈ જઈએ.આવું જીવન કરવાનું મુશ્કેલ જરૂર લાગશે,પરંતુ આ કોઈ અશક્ય બાબત બથી.ફક્ત આપણી
તૈયારીની જરૂર છે. બસ,
જવા દો ને યાર!
બધું ભૂલોને યાર!
-ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ


















































