જમાનો ચહે છે ખુશી ના ઊગે,
હું ચાહું હરેક પળ દુ:ખી ના ઊગે.
ખુલી જાય છે ભેદ અજવાસથી,
કહે રાત સૂરજ કદી ના ઊગે!
ખુદાથી કરૂં છું , હંમેશાં દુઆ,
વતનમાં મુશીબત નવી ના ઊગે.
કહે કો’ .ગઝલની તમારે વસંત,
અને કો’ કહે શાયરી ના ઊગે.
કળીના વગર ફૂલ ખીલતા નથી,
નવા ઘર વિચારે, કળી ના ઊગે.
સિદ્દીકભરૂચી.


















































