સંબંધોમાંય હવે સ્પેઇસ જોઈએ છે
બધાંને મલ્ટીપલ ચોઇસ જોઈએ છે
પહેરીને ફેંકી પણ શકાય અનુકૂળતાએ
આત્માને એવો ફેન્સી ડ્રેસ જોઈએ છે
આમ જુઓ તો છે બધાં જ કલાકાર
રંગભૂમીએ બદલતો વેશ જોઈએ છે
ટેક્સ તો આપી દીધો છે જાતને વેચીને
પ્રેમને હજું એમાંય સેસ જોઈએ છે
પ્રીત,પીયું,પાનેતર,વફા હવે થઇ હંગામી
જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
માત્ર ભુગર્ભએ જ રહેવાની જેની ક્ષમતા
વાતોનાં વડાંમાં એને સ્પેસ જોઈએ છે
અહલ્યા,શબરી,સુદામાની માઠી કળિયુગે
સત્ય,પ્રેમ,કરુણાને લોભ,દ્વેષ જોઈએ છે
-મિત્તલ ખેતાણી


















































