આજ સાથી સાથેની મુલાકાત થઇ છે,
છેવટે વિચારોને વાતોની પંચાત થઇ છે.
આગળથી સ્નેહની શરૂઆત થઇ છે,
મુખે ખાલીખોટી આ જમાત થઇ છે.
થોડો ગુસ્સો, થોડું હાસ્ય તો રહેવાનું,
અંતે સવાલ-જવાબની ખૈરાત થઇ છે.
મળી લાગણી એકબીજાને બની એક,
છલકાઈ આજ આંખો અખાત થઇ છે.
આપે જો તું કાયમનો સંગાથ એમ એવો,
આનંદિત પળોની કંઈક સોગાત થઇ છે.
પ્રેમ મળ્યો આપણો કેવો અચોક્કસ બોલ?
આજ ફરી પછી ‘દુશ્મન’ની મુલાકાત થઇ છે.
©️ મયુર રાઠોડ ‘દુશ્મન


















































