છુપી છુપીને કેમ પ્રણય કરો છો?
છે હૈયે વાત એને વ્હેમ ગણો છો?
આપના એક વ્હાલ માટે હરખાયા,
પાગલ છીએ અમે, ‘ને તમે મરો છો?
પ્રેમ, પ્રણય, પ્રીત, એવું તો ઘણું જોયું,
ધ્યાન અમારું રાખીને તમે જીવો છો?
મનમાં રાખો છો મન મોટું એમ બોલો,
મુખ સામે આવતા તમે મૌન ધરો છો?
અચૂક દેખાયો નથી શાંત સમંદર ક્યારેય,
ધ્યાનથી હો, શું તમે અંદરથી બળો છો?
©️ મયુર રાઠોડ ‘દુશ્મન’


















































