ચારસો મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સહુથી આગળ હતો .. ફિનિશિંગ લાઈનથી ચાર પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો… એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમાજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝએ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે… તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે…
પરંતુ , મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી…. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. … સ્પેનિશ રનર ઈવાન એ પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશ રેખાને પર કરી ગયો….
ખુબ નાનો, પણ અતિ મહત્વનો પ્રસંગ. …
આ રેસ હતી … અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ… ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત … ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર. …
એક પત્રકારે ઈવાનને પૂછ્યું , “તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો… “
ઈવાન એ સુંદર જવાબ આપ્યો …” મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેક આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ…. પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે… , એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને …”
પત્રકારે ફરીથી પૂછ્યું , “તમે એ કેન્યન મુત્તાઈને કેમ જીતવા દીધો? તમે જીતી શકત…”
જવાબમાં ઈવાન એ કહ્યું , “મેં એને જીતવા નથી દીધો..એ જીતતો જ હતો… આ રેસ એની હતી…અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત..
આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ? આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું ? હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? ”
સંસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે. એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે. આમ થાય અને આમ ના જ થાયે. આ જ પુણ્ય અને પાપ છે. આ જ ધર્મ છે. આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે. નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી. જીતવું મહત્વનું છે પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો. કોઈની સફળતા પોતાને નામ કરવી. બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે. કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.
Source – Whatsapp
Related