ખભામાં થયેલી ઇજાના કારણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન-ડે સીરીઝની છેલ્લી બે મેચ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી બહાર થનાર ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરની 8 એપ્રિલે સર્જરી કરવામાં આવશે. 26 વર્ષનો આ ખેલાડી પુણેમાં 23 માર્ચે યોજાયેલી પ્રથમ વનડેમાં જોની બેયરસ્ટોને શોટ ડાઇવ લગાવીને રોકવાના પ્રયાસમાં ઇજા પામ્યો હતો. ઇજા થતા ખેલાડી ખુબજ દર્દથી કણસતો હતો અને મેદાન બહાર ગયો હતો.
મીડિયા રીપોર્ટ અનુસાર શ્રેયસને ઇજા થતા હવે 8 એપ્રિલે તેની સર્જરી કરાવવી પડશે અને ઓપરેશન થશે, ઓપરેશન બાદ ખેલાડી ચાર મહિના સુધી રમી શકશે નહી અય્યરને મેદાનથી દૂર જ રહેવુ પડશે. ઇગ્લેન્ડની કાઉન્ટી ટીમ લંકાશાયર તરફથી વનડે ટૂર્નામેન્ટ રમવાનો કરાર કર્યો હતો. ઇજાના કારણે 23 જુલાઇએ શરૂ થનાર આ ટૂર્નામેન્ટમાં હવે તેની ભાગીદારીની શક્યતા બહુ ઓછી છે.
અય્યરે ગયા વર્ષે ટ્વીટ કર્યુ હતુ તે કહે છે કે જેટલી મોટી નિરાશા હશે એટલી જ મજબુતાઇથી પરત આવીશ. હું ખુબજ જલ્દી પરત ફરીશ. હું તમારા સંદેશાઓ વાંચી રહ્યો છુ. તમારા પ્રેમ અને સમર્થનથી અભિભૂત થયો છુ. દિલના ઉંડાણથી તમારો આભાર.
અય્યરની આગેવાનીમા દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ IPLના ગયા સત્રમાં ફાઇનલ સુધી પહોંચી હતી. 9 એપ્રિલથી શરૂ થનારૂ આગામી સત્ર માટે ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવાયો છે.
VR Sunil Gohil


















































