ક્યાંક જીત તો ક્યાંક હાર થાય છે,
જીવનમાં આવું ઘણીવાર થાય છે….
અંધારી રાતો તો આવ્યા કરશે સફરમાં,
બાકી અંધારી રાત પછી જ સવાર થાય છે..
સંબંધો પણ આજકાલ સમજદાર થાય છે,
તમારું કામ હોય તો જ વ્યવહાર થાય છે..
કિંમત તો અહીં તમારા કાર્યોની જ હોય છે,
નામ તો બદનામ અહીં વારંવાર થાય છે….
નથી હથિયાર છતાં પણ ધારદાર થાય છે,
જીભ પણ ઘણીવાર જવાબદાર થાય છે..
શબ્દો રુપી અહીં હું મારો અનુભવ લખું છું,
નહોતી ખબર શબ્દો પણ અસરદાર જાય છે
✍️ કાનજી ગઢવી


















































