વિરાટ કોહલી (Virat Kohli)ની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે (Indian Team) ટેસ્ટમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ છે. જો કે કોહલી (Virat kohli)ની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે આઈસીસી (ICC)ની એક પણ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી નથી. ભારતીય ટીમ (Indian Team)ની જ્યારે પણ હાર થાય છે ત્યારે કોહલીની કેપ્ટનશિપ ઉપર સૌથી પહેલા સવાલ ઉઠે છે. કોહલીની રણનીતિ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે કે તે ટીમમાં આટલા બદલાવ કેમ કરે છે ? પરંતુ તેમનો આ પ્લાન જ્યારે સફળ થાય છે તો તેમના વખાણ થવા લાગે છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં પણ એ જ પ્રકારે જોવા મળ્યું છે.
આ સિરીઝમાં ભારતીય ટીમે ત્રણ મેચ જીતી અને ત્રણેય જીતના હીરો અલગ અલગ રહ્યા હતા. પહેલી મેચ હાર્યા પછી કોહલીએ બીજી મેચમાં ટીમમાં ફેરફાર કર્યા હતા. તેણે શિખર ધવનની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં જગ્યા આપી હતી. ઈશાન કિશને આ તકનો લાભ ઉઠાવ્યો અને ડેબ્યૂ મેચમાં જ અર્ધશતક ઠોકી દીધુ હતું. તેમના આ શાનદાર પ્રદર્શનના પગલે ભારતીય ટીમ સિરીઝમાં વાપસી કરી હતી. જો કે આ ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો તે ઈંગ્લેન્ડ માટે એક સરપ્રાઈઝ હતી. ઈંગ્લન્ડે પોતાની તૈયારી રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, શિખર ધવન જેવા બેટ્સમેનો માટે કરી હતી. પરંતુ ઈશાન કિશન આવતા જ ઈંગ્લન્ડના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. ઈશાનને ટીમમાં સામેલ કરવો એ રણનીતિનો ભાગ રહ્યો અને ઈંગ્લેન્ડ તેને સમજવામાં અસફળ રહ્યા હતા.
હવે તેના પછી ભારતીય ટીમને સિરીઝની ચોથી મેચમાં જીત મળી. જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો.ઈંગ્લેન્ડના બોલરોને સૂર્યકુમારે આઈપીએલીમાં બેટિંગ કરતા જોયો હશે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દબાણ અલગ હોય છે. સૂર્યકુમારના રમતમાં એવું જોવા મળ્યું નહી. તેણે ક્રીઝ પર આવતાની સાથે છક્કો માર્યો અને એવું લાગ્યું કે તે ડગ આઉટથી સેટ થઈ જશે. સૂર્યકુમારને આ મેચમાં ઈશાન કિશનની જગ્યા પર સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાન કિશન ઈજાગ્રસ્ત હતો. સૂર્યકુમારને ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક મળી. તેમણે શાનદાર 57 રન બનાવ્યા હતા. કોહલીએ સૂર્યકુમારને બેટિંગની તક આપવા માટે તેને ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ઉતાર્યો હતો.
આ સિરીઝમાં ભારતે ચાર મેચ રમી ત્યાં સુધી દરેક મેચમાં બેટિંગ ઓર્ડર બદલતો રહ્યો હતો. મોર્ગન એન્ડ કંપનીને ભારતીય ટીમની બેટિંગ ઓર્ડર પ્રમાણે રણનીતિ તૈયાર કરવાની તક જ ન મળી. તો બીજી તરફ ઈંગ્લેન્ડ વાત કરીએ તો સિરીઝની દરેક મેચમાં તેમનો બેટિંગ ઓર્ડર એક જ રહ્યો હતો.
વિરાટ કોહલીએ સૌથી ચોંકાવનારી ચાલ તો સિરીઝના મહત્વના અને નિર્ણાયક મુકાબલમાં ચાલી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં એવું પહેલી વખત બન્યું કે ભારતીય ટીમના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં ઉતર્યા હોય. કોહલીના આ પ્લાન વિશે ઈંગ્લેન્ડ વિચાર્યું પણ નહીં હોય. બંનેએ ક્રિઝ પર આવતા જ અંગ્રેજ બોલરો પર તુટી પડ્યા હતા. રોહિત અને વિરાટ કોહલી મેદાનમાં ચારે બાજુ શોટ રમી રહ્યા હતા. બંનેએ ધુંઆધાર બેટિંગ કરતા 9 ઓવરમાં 94 રન ફટકારી દીધા હતા. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને કોહલી અને રોહિતની ઓપનિંગ જોડીની તુલના સચિન તેંદુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે કરી દીધી હતી. મેચ પછી કોહલીએ કહ્યું કે હજુ આગળ પણ તે ટી-20માં ઓપનિંગ કરવાનું પસંદ કરશે.
VR Sunil Gohil


















































