કોરોના જે મહામારીનું રૂપ લઈ ચૂક્યું છે અને હવે તેને રોકવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે ત્યારે હવે તેની સાથે એક બીમારી આવી છે જે માણસનો જીવ પણ લઈ શકે છે. આ બીમારી ફંગલ ઇન્ફેક્શન થી થાય છે જેનું નામ મ્યુકલ માઇકોસીસ છે. જાણવામાં આવ્યું છે કે કોરોનાના દર્દીઓને પણ આ બીમારી થવા લાગી છે.
આ બીમારી ઘણી ખતરનાક છે. આ બીમારીના રાજકોટમાં 25 કેસ આવી ગયા છે અને 3ના મોત પણ થઈ ગયા છે. કુલ કેસ 44 છે અને કુલ 9 દર્દીઓનું મોત થયું છે.આ રોગથી નાકમાંથી રસી પડવા લાગે છે તથા માથું દુખે છે અને મોઢા પરની ચામડી નીકળવા લાગે છે. આ બીમારી કોઈને એટલી જલ્દીથી થતી નહિ પણ હવે બધાં સાજા થયેલા કોરોના દર્દીઓને થાય છે.

















































