ફરવા માટે દરેક લોકોનું એક બજેટ હોય છે. આ બજેટને ધ્યાનમાં રાખીને ફરવું સૌથી બેસ્ટ છે. જો તમે બજેટ વગર ફરવા જવાની તૈયારી કરો છો તો પાછળથી ઘરમાં અનેક તકલીફો થવા લાગે છે. આમ, હવે ઉનાળો આવ્યો એટલે અનેક લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ફરવા જવાથી વ્યક્તિનું માઇન્ડ એકદમ રિલેક્સ અને રિફ્રેશ થઇ જાય છે. પોતાના રિફ્રેશમેન્ટ માટે ફરવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમારું બજેટ ઓછુ છે અને તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ પ્લેસ તમારા માટે સૌથી બેસ્ટ છે.

જાણો ચેરાપૂંજી જવા માટે કેટલો ખર્ચો થશે
જો તમે મેઘાલય જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો ચેરાપુંજી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ પ્લેસને તમારા ટ્રેકિંગમાં પણ સામેલ કરવું જોઇએ. અહિં તમે સુંદર નાના ગામડાઓ, સ્ટીલ પુલ અને ધોધ જોઇ શકશો. અહિંની નૈસર્ગિંક સુંદરતા જોઇને તમારું મન ખુશ-ખુશ થઇ જશે.
આ સ્થળ પર તમે ગુવાહાટી રેલવે સ્ટેશન મેઘાલયનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. અહિંયા જવા માટે તમારે 1000 થી 1500 રૂપિયામાં એટલે કે ચેરાપુંજીથી જેમાં એક દિવસ માટે રોકાણ, ભોજન અને ટ્રેક ખર્ચનો સમાવેશ થાય છે. આ સાથે જ શિલોંગથી તમને 2500 થી 4000 રૂપિયાનો ખર્ચો થશે. જો તમે આ રીતે પ્રોગ્રામ બનાવશો તો તમારો ખર્ચ એકદમ ઓછો થશે.
આ ટ્રેકમાં તમે 3500 પ્લસ કોંક્રિટ સ્ટેપ્સ, ફોરેસ્ટ સાઇડવોક્સ અને લોખંડના વાયર સાથેના બે સ્ટ્રીમ ક્રોસિંગનો સમાવેશ થાય છે. આ આખો ટ્રેક પૂરો થવામાં લગભગ 6 થી 7 કલાકનો સમય લાગે છે. આ આખા ટ્રેકમાં અદભુત નેચર તમને જોવા મળશે. જો તમે પણ આ સ્થળની મુલાકાત લીધી નથી તો તમે પણ એક વાર અચુક આ સ્થળની મુલાકાત લો.


















































