એ મારી જીવન સંગની…
પળ પળ સાથે રહે છે એ…
ક્ષણ ક્ષણ સાથે રહે છે એ…
મારી જીવનસંગની…
વ્હાલ કરે બહુ એ પણ…
ગુસ્સો એનો બહુ ગજબ છે…
વાર નથી લાગતી રિસાઈ જતા એને…
પણ થોડીવાર માં એ માની પણ જાય છે…
બહુ પ્યારી છે એ મારી જીવનસંગની…
ચિંતા કરે એ જયારે મારી નાની વાતો માં એ…
પોતાની જાત ને પણ એ ભૂલી…
કાળજી રાખે છે મારી પોતાને પણ ભૂલી…
લાગે જીવન એનું હુંજ હોઉં એવું મને…
પોતાના માટે એ જીવન જીવતી નથી એવું લાગે છે મને…
મારી સંભાળ રાખે છે એ પોતાના કરતા પણ વિશેષ એટલે તો વ્હાલી લાગે છે મને એ…
મારી જીવનસંગની…
આવી અનોખી છે મારી જીવનસંગની… એ મારી જીવન સંગીની
હેતલ. જોષી


















































