ગરમી વધતા જ અનેક લોકોના હોંઠ ફાટવા લાગતા હોય છે. આમ ઋતુ બદલાય એટલે એની અસર હોંઠ પર પણ થતી હોય છે. આમ, જોવા જઇએ તો શિયાળામાં હોંઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે પરંતુ ગરમીમાં હોંઠ ફાટવા લાગે ત્યારે એની કેર વધારે કરવી પડી છે. જો કે ગરમીમાં હોંઠ ફાટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં એક કારણ ડિહાઇડ્રેશનની સમસ્યા પણ હોઇ શકે. જેમાં તમે ઓછુ પાણી પીવો છો તો તમારા હોંઠ ફાટવા લાગે છે. આમ, જો તમે ગરમીમાં આ લીપ બામનો ઉપયોગ કરો છો તો તમારા હોંઠ ફાટશે નહિં અને ગુલાબી પણ થશે. આ લીપ બામ તમારે ઘરે જ બનાવવાના છે એને લેવા માટે ક્યાંય જવાનું નથી.
હની બામ
મધમાંથી બનાવવામાં આવતો આ લીપ બામ તમારા ફાટેલા હોંઠને રિપેર કરવાનું કામ કરે છે. આ લિપ બામ બનાવવા માટે ગ્લિસરીન અથવા તો વેસેલિનમાં મધના થોડા ટીપાં એડ કરો અને પછી આ મિશ્રણને બરાબર હલાવી લો. ત્યારબાદ આને હોંઠ પર લગાવો. આ લીપ બામ તમારા હોંઠને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ લીપ બામ તરત જ તમારા ફાટેલા હોંઠને રિપેર કરી દેશે અને સાથે ગુલાબી પણ બનાવશે.
કોકોનટ બામ
ગરમીમાં ફાટી જતા હોંઠને કોમળ બનાવવા માટે કોકોનટ બામ સૌથી બેસ્ટ છે. કોકોનટ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે પેટ્રોલિયમ જેલ અને નારિયેળનું તેલ એક માત્રામાં લઇને એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ફ્રિજમાં મુકી દો. એક કલાક પછી ફ્રિજમાંથી બહાર કાઢી લો અને તમારા હોંઠ પર લગાવો. આ બામ તમારે રોજ રાત્રે સૂતા પહેલા લગાવવાનું રહેશે. આ બામ લગાવવાથી તમારા હોંઠ કોમળ થશે અને ક્યારે ફાટશે પણ નહિં.


















































