“ઈશ્વર બહુ મોટો કમ્યુનીસ્ટ છે દોસ્ત!
દરેકને ગણીને ૨૪ કલાક આપી દીધા છે….
એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઠ્ઠો હોય,
જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો.
કેટલાક ચોવીસમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે અને સફળતાનો સંતોષ માને છે. અને પીસ્તાલીશમાં વર્ષે એકાએક ભાન આવે છે કે બાળપણ, કુમારાવસ્થા, જવાની બધું ખોવાઈ ગયું.
ઈશ્વર દરેકને બધું જ આપે છે.
બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી. પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને બુઢાપા તરફ ઉડી જવું છે. પછી બધું યાદ આવે છે, ને પાછળ રહી ગયું એ બધું…
– અને પછી આપણા ધમપછાડા, બાલીશ ચેષ્ટાઓ, હાસ્યપદ, દયાજનક કોશિશો, જિદ્દ… આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની, આખું જીવન બદ્દ્સુરત, વિકલાંગ બની જાય છે.
સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે. અને બહારથી ખોવાઈ જાય છે!”
– ચંદ્રકાંત બક્ષી


















































