Oppoએ પોતાની Reno 5 સીરિઝને ચાઈનામાં 10 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સીરિઝમાં કંપની ત્રણ સ્માર્ટફોન Reno 5, Reno 5 Pro અને Reno 5 Pro+ સામેલ છે. ફોનના લોન્ચ પહેલા Oppo Reno 5 Pro+ના ફીચર્સ લીક થયા છે. Reno 5 Pro+ આ સીરિઝો સૌથી હાઈ એન્ડ સ્માર્ટફોન હશે. ફોનની રેન્ડર ઈમેજ વીબો પર લીક થઈ ગઈ છે. ફોનના રિયર પેનલને જોતા તો તે સીરિઝના બાકીના બે સ્માર્ટફોન જેવો લાગે છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફોનની સૌથી ખાસ વાત તેનો કેમેરો હશે. Reno 5 Pro+ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન હશે, જે 50 મેગાપિક્સેલ સોની IMX7xx સીરિઝ લેન્સની સાથે આવશે. કેમેરા સેન્સરમાં 2x ઝુમની સાથે 12 મેગાપિક્સેલનો ટેલિફઓટો લેન્સ અને 16 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઈડ એંગલ લેન્સ મળશે. હજુ સુધી કેમેરામાં ચોથા સેન્સરની કોઈ જાણકારી મળી નથી.
તે સિવાય એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર પર કામ કરશે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે Oppo પ્લેન લેધર બેંક વર્ઝન પણ લોન્ચ કરશે. Oppo Reno 5Gની જાણકારી પણ સામે આવી ગઈ છે. જાણવા મળ્યું છે કે Oppo reno 5માં 6.43 ઈંચની ફૂલ HD ડિસપ્લે આપવામાં આવી છે, જે 90hz રિફ્રેશ રેટ સાથે આવશે.
તેમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં 64 મેગાપિક્સેલનો પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સેલનો સેકન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સેલના બે સેન્સર મળશે. પાવર માટે ફોનમાં 4300 mAhની બેટરી આપવામાં આવી છે.
તેવામાં Oppo Reno Pro 5Gની વાત કરીએ તો તેમાં 6.55 ઈંચની ફૂલ HD ડિસપ્લે મળશે, તેના ફોનમાં 64 મેગાપિક્સેલ+8 મેગા પિક્સેલ+2 મેગા પિક્સેલના રિયર કેમેરા સેટઅપ આપવાની વાત સામે આવી છે. પાવર માટે ફોનમાં 4350 mAhની બેટરી આપવામાં આવી હશે તેવું માનવામાં આવી રહ્યું છે.


















































