તમારી અનેક નાની-નાની આદતો તમારી સ્કિનને અઢળક નુકસાન પહોંચાડતી હોય છે. જો તમે પ્રોપર રીતે આ આદતો પર ધ્યાન આપતા નથી તો તમારી સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે અને સાથે ઉંમરની અસર દેખાવા લાગે છે. આ માટે જરૂરી છે કે તમે આ બાબતો પર ચોક્કસપણે ધ્યાન આપો.

- જો તમને સ્મોક કરવાની આદત છે તો તરત જ બદલો. તમને જણાવી દઇએ કે સ્મોકિંગ કરવાથી સ્કિન પર કરચલીઓ ઉંમર કરતા વહેલા પડવા લાગે છે. હેલ્ધી સ્કિન માટે શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટની જરૂર હોય છે જે સ્મોકિંગ કરવાથી ઘટે છે.
- જ્યારે તમે તડકામાં બહાર જાવો ત્યારે ખાસ કરીને ફેસને કવર કરીને જાઓ. તડકામાં તમારી સ્કિન બ્લેક થવા લાગે છે અને સાથે-સાથે મોં પર વધુ પ્રમાણમાં કરચલીઓ પડવા લાગે છે. જો તમારા ફેસ પર કરચલીઓ છે તો તમે ખાસ કરીને ફેશને કવર કરવાનું રાખો.
- વધુ પડતું પરફ્યુમ પણ તમારી સ્કિનને ખરાબ કરે છે. જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો તમારે પરફ્યુમના ઉપયોગથી બચવું જોઇએ. કોઇ પણ પરફ્યુમને સીધી સ્કિન પર કરવાની ભૂલ ક્યારે પણ ના કરો, નહિં તો લાંબા ગાળે મોટું નુકસાન થઇ શકે છે.
- જો તમને વઘારે ગરમ પાણીથી સ્નાન કરવાની આદત છે તો તમારે આ આદતને આજે જ બદલી નાંખવી જોઇએ. વધારે ગરમ પાણીથી તમારી સ્કિન ડેમેજ થાય છે જેના કારણે વહેલા કરચલી પડવા લાગે છે.
- અનેક છોકરીઓ વધુ પ્રમાણમાં બ્યુટી પ્રોડ્ક્ટસનો ઉપયોગ કરતી હોય છે. તમને જણાવી દઇએ આ બધી બ્યુટી પ્રોડક્ટ્સમાં કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી તમારી સ્કિનને લાંબા ગાળે નુકસાન થાય છે. આ માટે બને ત્યાં સુધી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓછો કરો.


















































