નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે એકથી દસ સ્થાન સુધીના બૃહસ્પતિના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. આજે આપણે જોઈએ કે અગિયારમા સ્થાનમાં રહેલા બૃહસ્પતિ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે તેની માહિતી મેળવીશું. મિત્રો, લાલ કિતાબમાં અગિયારમું સ્થાન ધોખાનું સ્થાન કહેવાયું છે એટલે કે આ સ્થાનમાં બેઠેલો ગ્રહ ક્યારે શું પરિણામ આપશે તે નક્કી કરી શકાતું નથી. જો અગિયારમા સ્થાનના ગ્રહને સાવધાનીપૂર્વક સાચવવામાં ના આવે તો તે તમારા જીવનને એવા વળાંક પાર લાવીને મૂકી દે છે કે જ્યાંથી આગળનો રસ્તો નક્કી કરવો મુશ્કેલ થઇ જાય છે. અગિયારમું સ્થાન એ આયુનું સ્થાન છે અને આ સ્થાનના સ્વામી ગ્રહ શનિ છે. આ સ્થાનમાં ગુરુનો પ્રભાવ અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ અગિયારમા સ્થાનના ગુરુના પ્રભાવો વિષે.
અગિયારમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
कफ़न दूसरो पर जो देता रहेगा,
बिला कफ़न घर से बहार ना मरेगा
इश्क़ हसद से हो गुरु जलता, मर्द माया घर डोलता हो
बुध दबाया हो शनि मंदा, सिफर गुरु खुद होता हो
धरम पालन से हो गुना ११, उत्तम गृहस्थी बनता हो
पेशाब पड़ेगा उसको नहाना, नाली चलन जब गन्दा हो
ऊंच हुआ ख़्वाह शुक्कर टेवे, दुखिया औरत उस होती हो
મિત્રો, જયારે કુંડલીના અગિયારમા સ્થાનમાં ગુરુ હોય ત્યારે શનિના સમયે એટલે કે જાતકની ઉંમરના ૩૬ થી ૪૨ વર્ષના સમયગાળામાં તેની પાસે ધર્મ સિવાય કઈ બાકી બચતું નથી. આવા જાતકના અંત સમયે તેને કફન ઓઢાડવાવાળું પણ તેનું કોઈ પોતાનું હોતું નથી. આવો માણસ મુસીબતના સમયે સાવ એકલો પડી જાય છે. કોઈ બાજુથી ના કોઈ મદદ મળે છે કે ના કોઈ આશાનું કિરણ દેખાય છે. આવો માણસ રેગિસ્તાનમાં રહેલી ખજૂરીના વૃક્ષ જેવો સાવ એકલો હોય છે. જો આવો જાતક ખોટા પ્રેમમાં પડે કે ઈર્ષ્યાળુ થાય તો તે પુરેપુરો બરબાદ થઇ જાય છે. જો આ કુંડળીમાં બુધ નીચ અને શનિ મંદો છે તો ગુરુનો સંપૂર્ણ પ્રભાવ શૂન્ય થઇ જાય છે. જો આ જાતક ધર્મનું પાલન કરે, નીતિના રસ્તે ચાલે અને ધર્મકર્મમાં માને તો આ ગુરુ ૧૧ ગણો શુભ પ્રભાવ અને ઉત્તમ ગૃહસ્થીનું સુખ આપે છે. જો આ જાતક ભૂલેચૂકે પણ ચાલચલનથી બગડે છે તો પાણી તો દૂર, તેને પેશાબથી ન્હાવાનો સમય આવી જાય છે, એ હદ સુધીની બદનામી થાય છે. જો જાતક ખોટા કામોમાં પડ્યો તો આ સ્થાનનો ગુરુ તેને રખડતું કૂટાતું મોત આપે છે. એવું મૃત્યુ કે તમને કફન ઓઢાવવાવાળું પણ કોઈ પોતાનું ના હોય. સરકારી કફન તમારા શરીર પર હોય. આ કુંડળીમાં શુક્ર ગમે તેટલો ઉચ્ચનો હોય તેમ છતાં જાતકની પત્ની દુઃખી જ રહે છે.
હવે આપણે અગિયારમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
અગિયારમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
લગભગ તો આ સ્થાનના ગુરુનો પ્રભાવ શૂન્ય જ હોય છે તેમ છતાં જો જાતક ધર્મમાં માનનારો, નીતિના રસ્તે ચાલનારો, પરોપકારી, વડીલોનું માં સન્માન કરનારો અને ગરીબોની સેવા કરનારો હોય તો જ તેનું જીવન સુધરે છે. જો આ જાતક આવા સત્કર્મો કરે તો આ ગુરુ ૧૧ ગણો શુભ થઈને ગૃહસ્થીના તમામ સુખો પુરા પાડે છે.
અગિયારમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
આવો માણસ જ્યાં સુધી સંયુક્ત પરિવારમાં કે વડીલો સાથે રહે ત્યાં સુધી તેનું ગુજરાન સારી રીતે ચાલે છે તેમ છતાં મુસીબતના સમયે તો આ માણસ એકલો જ હોય. જ્યાં સુધી તેના પિતા જીવતા હોય ત્યાં સુધી બધું સારું અને પરિવાર પણ સુરક્ષિત પરંતુ પિતા જેવા સાથ છોડે કે તરત જાતકની શક્તિ શૂન્ય થઇ જાય. તરત જ શત્રુઓ ઉભા થવા માંડે અને જાતકમાં મચ્છર મારવા જેટલી પણ શક્તિ બાકી રહેતી નથી. પિતા ભલે લાખોપતિ હોય પણ મરતા સમયે કઈ મૂકીને ના જાય. જાતકને પિતાની સંપત્તિમાં પણ લાભ મળતો નથી. જો કુંડલીના ત્રીજા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર કે મંગલ હોય તો ૨૩ વર્ષની ઉંમર સુધી જાતકને સુખ હોય પણ તે પછી તકલીફો આવાની શરુ થાય. આવા જાતકના પરિવારમાં લગભગ બહેન, બેટી, ફોઈ વગેરે દુઃખી જ હોય છે. જો આ માણસ ચારિત્ર્ય બગાડે તો તેણે વિચાર્યું ના હોય તેવી બરબાદી આવે છે. કુંડળીમાં શુક્ર ભલે ગમે તેટલો ઉચ્ચનો હોય પણ પત્ની કાયમ દુઃખી જ રહે છે. પરિવાર ભલે મોટો હોય પણ મૃત્યુ સમયે કોઈ કફન ઓઢાવવાવાળું પણ ના હોય. કુંડળીમાં જે ગ્રહો નીચના હોય તે સંબન્ધિત સંબંધીઓના મૃત્યુ પણ લગભગ ઘરથી બહાર જ થાય છે, આથી જાતકે વર્ષમાં ૨-૩ વાર કફનનું દાન કરતા રહેવું જોઈએ. જો આ કુંડળીમાં બુધ છઠ્ઠે ને ચંદ્ર બીજે હોય તો જાતકનું ઘડપણ બહુ જ પીડિત અને ખરાબ અવસ્થામાં હોય અને તેણે લાંબી ઉંમર સુધી પીડા ભોગવવી પડે. જો બુધ ત્રીજે હોય તો આવક સારી હોવા છતાં માણસ દેવામાં ડૂબેલો રહે છે.
તો મિત્રો, અગિયારમા સ્થાનના ગુરુને સાચવવો ખૂબ જરૂરી છે. જો આ સ્થાનના ગુરુને શુભ અવસ્થામાં જાળવી રાખવામાં ના આવે તો કુંડલીના અન્ય ગ્રહો શુભ હોવા છતાં પણ કોઈ ફળ મળતું નથી. આથી આ સ્થાનના ગ્રહોના ઉપાય ખાસ કરવા.
અગિયારમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. કફનનું દાન કરવું.
૨. સૂર્ય ચોથે હોય અને જો જાતક માતાને સાથે રાખીને જીવે છે તો આ ગુરુ કદી અશુભ ફળ નહિ આપે.
૩. પિતાનો સાથ હંમેશા મદદ કરશે અને મુસીબતોથી બચાવશે.
૪. વડીલોનું સન્માન કરવું.
૫. ધર્મ-કર્મમાં ખાસ ધ્યાન આપવું.
૬. શરીર પાર સોનુ પહેરવું. સોનુ શક્ય ના હોય તો પીળો દોરો જમણા હાથ પાર બાંધવો.
૭. પીપળાના વૃક્ષનું પૂજન કરવું.
૮. પિતૃઓના આશીર્વાદ રોજ લેવા.
આદિત શાહ – ૮૩૦૬૪ ૧૧૫૨૭


















































