પ્રતિબિંબે એમનો નકાબ જ્યારે તે નિરખ્યો,
આજ…પાગલ… ફરી…અનહદ તે પાગલ…થયો…
હદ વટાવી હસ્તી એ આજે ને ફરી આજ,
એમની આંખો થી કત્લેઆમ થયો…
કાળાં વાદળો એમનાં કેશ તે બન્યાં,
ને ચહેરો આજ એમનો જાણે કે પૂનમનો ચાંદ થયો…
આજ અધરો ની લાલીય એવી રંગીતી એમણે,
એમનાં અધરો નો મેળ જાણે તે ગુલાબ થયો…
આજ ઝુલ્ફો ની જાળ કેવી ખુબસુરત બિછાવી તી એમણે,
કે…પાગલ… ભટકતો… ભટકતો….
અંતે તે કૈદ થયો…
અંતે તે કૈદ થયો…
અંતે તે કૈદ થયો…
-‘પાગલ’-
-કેદારિયા અવિનાશ પી.-


















































