ફરી એક ચોક્કસ સમય બાદ નક્શા વિવાદ ચર્ચામાં આવ્યો છે. World Health Organisationએ પોતાના એક નક્શામાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા છે. આ કલર કોડેડ મેપ WHOની ઓફિશ્યલ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. જેમાં ભારતીય રાજ્યોને બ્લુ રંગમાં દર્શાવાયા છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ગ્રે રંગમાં દર્શાવાયા છે.
વૈશ્વિક સંસ્થાના આ મેપને લઈને બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓએ નારાગી વ્યક્ત કરી છે. મેપમાં નવા કેન્દ્ર શાસિત પ્રદેશને ગ્રે રંગમાં અંકિત કરાયા છે. જ્યારે ભારતના અન્ય રાજ્યને બ્લુ રંગમાં દર્શાવાયા છે. આ ઉપરાંત અક્સાઈ ચીનનો વિવાદીત ભાગ ગ્રે રંગમાં દર્શાવાયો છે. જેમાં પીળા રંગની પટ્ટી પર ડ્રો કરવામાં આવી છે. આ નક્શો WHOના કોવિડ-19 ડેશબોર્ડમાં પ્રાપ્ય છે.
જો કે દેશના હિસાબથી તે દર્શાવે છે કે, ક્યા રાષ્ટ્રમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કેટલા કન્ફર્મ કેસ છે અને કેટલા લોકોના મોત નીપજ્યા છે. જોકે, મેપ પર વિવાદને લઈને સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે, તેણે યુનાઈટેડ નેશન્સના આદેશોનું પાલન કર્યું છે. એ હિસાબથી નક્શાને સમજવાનો અને જોવાનો છે. બ્રિટનના લંડનમાં રહેતા આઈટી કન્સલ્ટન્ટ પંકજની નજર આ મેપ પર સૌથી પહેલા પડી હતી. એક વોટ્સએપ ગ્રૂપમાં એ નક્શો શેર કર્યો હતો. એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બીજા રંગથી દેખાડી હું ચોંકી ગયો હતો. આની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે. કારણ કે, તે આ વૈશ્વિક સંસ્થાને ફડિંગ કરે છે.
પંકજે કહ્યું હતું કે, મને આશ્ચર્ય થયું છે આ ચિત્ર જોઈને. એક વૈશ્વિક સંસ્થા પણ આવું કરી શકે છે. મને ખ્યાલ છે કે, ચીન આ વૈશ્વિક સંસ્થાને ફડિંગ કરે છે. જેની રકમ ખૂબ મોટી છે. જ્યારે પાકિસ્તાન પર ચીન પાસેથી લોન લઈ રહ્યો છે. મને એવું લાગે કે, આની પાછળ ચીનનો હાથ છે. કારણ કે આ વૈશ્વિક સંસ્થા પર ચીનની અસર મોટી અસર હોઈ શકે છે. પ્રવાસી ગ્રૂપ રીચ ઈન્ડિયામાં સોશિયલ મીડિયાના હેડ નંદિની સિંહે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે પણ જણાવ્યું હતું કે, કોરોનાની સામે ભારત દેશે જે કર્યું એના માટે આભાર માનવાના બદલે તે ઈન્ડિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ માટે સંસ્થાએ માફી માગવી જોઈએ અને આ ભૂલ સ્વીકારી માફી માગવી જોઈએ. ભારતે દુનિયાભરને પીપીઈ કીટ અને સંભવિત રસીની મદદ કરી છે.