WhatsApp પ્રાઈવસી પોલિસી જાહેર કર્યાં બાદ બેકફૂટ પર છે. અને હવે તેને ટેલિગ્રામ અને Signal જેવી એપ્સથી પણ ટક્કર મળી રહી છે. જો કે આ વચ્ચે પણ વોચટ્સએપ પોતાના યુઝર્સને જાણવી રાખવા માટે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે અને હવે વોટ્સએપે વધુ એક ફીચર (WhatsApp New Feature) લોન્ચ કર્યું છે. જેમાં કંપનીએ દાવો કર્યો છે કે તેનાથી યુઝર્સને પહેલાં કરતાં વધારે સુવિધાઓ આપવામાં આવશે.
આ નવું અપડેટેડ વોટ્સએપ અવતારમાં ગ્રૃપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ અને વોટ્સએપ એડમિનને પહેલાંથી વધારે ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા ફીચરમાં ગ્રૃપ બનાવનાર ડિસ્ક્રિપ્શનને સામેલ કરવામાં આવ્યું છે. સાથે જ અન્ય સભ્યોને પણ તેની મંજૂરી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત અમુક સભ્યોને ડિસ્ક્રિપ્શન આપતાં રોકી પણ શકાય છે. અને સાથે જ એડમિનને એ પાવર પણ મળશે કે ગ્રૃપનો આઈકોન અને સબ્જેક્ટ કોણ બદલી શકે અને કોણ નહીં.
એડમિન અન્ય સભ્યોને આપેલી એડમિન પરમિશનને પણ હટાવી શકે છે. તો વોટ્સએપ યુઝરને હવે મેન્શન ફીચર મળશે જેને ગ્રૃપ કેપ અપ નામથી આપવામાં આવ્યું છે. તેનો ફાયદો એ છે કે તેમાં યુઝર્સ તે તમામ મેસેજને જોઈ શકે છે જેમાં તેને મેન્શન કરવામાં આવ્યો હોય. આ માટે યુઝરને બસ @ બટન ટેપ કરવું પડશે જે ચેટ બોક્સના નીચે મળશે.