સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર તેના યુઝર્સ માટે બહુ જલ્દી એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. તેનાથી યુઝરને ટ્વિટરના ઉપયોગ દરમિયાન સુવિધા હશે કે તેઓ ટેક્સમાં ફેરફાર કરી શકશે. કેટલાક સમયથી સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટરના એડિટ બટન ફીચર અંગે ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. નવા અપડેટ મુજબ ટ્વિટરનું આ નવું ફીચર ટ્વિટર વેબ ઈન્ટરફેસ પર જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફીચર સાથે જોડાયેલા કેટલાક સ્ક્રીનશોટ મળ્યા છે.
આ સ્ક્રીનશોટમાં સામે આવ્યું છે કે એપ કેવી રીતે કામ કરશે. જોકે ટ્વિટરે આ ફિચરને લઈને પહેલાથી જ સત્તાવાર જાહેરાત કરી દીધી હતી કે એડિટ ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે અને આવનારા મહિનાઓમાં ટ્વિટર બ્લુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે.
આવી રીતે કામ કરશે ટ્વિટરનું નવું ફીચર Edit Button
ડેવલપર Alessandro Paluzzi એ ટ્વિટર હેન્ડલ પર જ વેબ ઈન્ટરફેસ પર ટ્વિટર માટે એડિટ બટન જોયું છે. એક ટ્વિટર યુઝરે તેના માટે નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. સ્ક્રીનશોટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્વીટ પોસ્ટ કર્યા બાદ 3-ડોટ મેનૂમાં Edit Tweetનો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ View Tweet analytics હેઠળ દેખાશે, જે આવનારા સમયમાં યુઝર ઉપયોગ કરી શકશે.