શોર્ટ વીડિયો એપ TikTok પર ભારતમાં પ્રતિબંધ (TikTok Ban in India) લાદી દેવામાં આવ્યો છે. ભારતના સખત વલણને જોતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગત વર્ષે અમેરિકામાં આ એપ પર પ્રતિબંધ લાદવાનું પગલું ભર્યું હતું. તકનો લાભ ઉઠાવતા Facebook એ પોતાના Instagram એપમાં TikTok જેવું જ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ (Reels) શરૂ કરી હતી. પરંતુ માત્ર 6 મહિનામાં જ ઇન્સ્ટાગ્રામની હાલત ખરાબ થઇ ગઇ છે. ઇન્સ્ટાગ્રામને હવે આ એપથી નુક્સાન થઇ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પોતાના વિરોધી એપ TikTokના યૂઝર્સને ભોળવી શકી નથી. અમેરિકામાં TikTok પ્રતિબંધની વાત ચાલતા જ ઇન્સ્ટાગ્રામમાં Reels નામથી એક નવું શોર્ટ વીડિયો ફીચર લોંચ કરી દીધુ હતું. પરંતુ ઇન્સ્ટાગ્રામ ચીની એપ TikTokની નજીક પણ પહોંચી શક્યું નથી.
એક રિપોર્ટ અનુસાર TikTok પર પ્રતિબંધનો પ્રસ્તાવ આવ્યા બાદ પણ તેના યૂઝર્સમાં કોઇ ઘટાડો થયો નથી. તાજા આંકડાઓ અનુસાર અમેરિકામાં આજે પણ ટિકટોકના 100 મિલિયનથી વધારે યૂઝર્સ છે. આ આંકડા તે વાત તરફ પણ અશારો કરે છે કે લાખ પ્રયત્નો કરવા છતા ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને પોતાની તરફ આકર્ષવામાં સફળ થયુ નથી.
Mediakix ના સીઇઓ Evan Asanoનું કહેવું છે કે, ચીની એપ ટિકટોક પોતાના વિરોધી એપ Reelsથી Light Year એડવાન્સ છે. ખાસ રીતે TikTokની એડવાન્સ સર્ચ ઓપ્શન અને યૂઝર માટે આપવામાં આવેલી સલાહનો મુકાબલો Reelsના ગજાની વાત નથી.
ઇન્સ્ટાગ્રામના હેડ Adam Mosseriનું કહેવું છે કે, અત્યારે Reelsને પ્રખ્યાત થવા માટે ખુબ જ મહેનત કરવાની જરૂર છે. ખાસ રીતે આ ફીચરને વધારે સરળ બનાવવી પડશે. સાથે જ એપમાં વધારેમાં વધારે વીડિયો પ્રોજેક્ટ ઓફર કરવા પડશે.
જણાવી દઇએ કે, ફેસબુક દુનિયાભરમાં પ્રખ્યાત થઇ રહેલ એપના ક્લોન બનાવી રહ્યું છે. પરંતુ આ અજીબ વાત છે કે, ફેસબુકના મોટા ભાગના ક્લોનિંગ એપ્સ કંઇ વધારે કરી શક્તા નથી. ફેસબુકના મોટા ભાગના કોપીકેટ પ્રોડક્ટ ફ્લોપ જ થયા છે.
VR Sunil Gohil