ઉનાળાની કાળજાળ ગરમી અને તેમાં પણ વેકેશન. એક એવો સમય જ્યારે વેકેશનનાં લીધે ફુરસદ પણ હોય છત્તાં ગરમીના કારણે ઘરની બહાર નીકળવાનું મન પણ ન થાય. તો બીજી તરફ આજ વેકેશન એવુ હોય જેમાં ઘરે મહેમાન પણ રજાની મજા માણવા આવતા હોય. તેવામાં ગૃહીણીનાં મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે ઘરને કેવી રીતે સજાવુ કે આવનાર લોકોનાં મન પ્રફુલ્લિત થઈ જાય અને ગરમીની અસર ન લાગે. તેનાં માટે બેસ્ટ ઓપ્શન છે એક્વા થીમ. આજકાલ એક્વાથીમ પર ઘર સજાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક્વાથીમ ગરમીમાં પણ ઘરને એક ઠંકડનો અહેસાસ કરાવે છે. ફ્રેશ બ્લૂ કલરથી ઘરને સજાવવામાં આવે તો કાળજાળ ગરમીમાં પણ કોઈ સમૃદ્રના પાણીથી ટાઢક મળતી હોય તેવું મહેસૂસ થાય.
એક્વાથીમ એટલે એવી થીમ જેમાં ઘરને સમૃદ્રનાં પાણીમાં દેખાતા વાદળી શેડનાં રંગોથી સજાવવામાં આવે. જેથી ઘરમાં પાણીથી એ જ ઠંડકનો અનેરો અહેસાસ લાવી શકાય. આ માટે ઉનાળાની સિઝનમાં કેટલાક લોકો ઘરની એક દિવાલને એક્વા કલરથી રંગતા હોય છે અને સાથે સોફા કે અન્ય ફર્નિચરનાં અમુક પીસને એક્વા કલરથી હાઈલાઈટ કરતા હોય છે.
જો આપ ઘરનાં તમામ ફર્નિચરને ચેન્જ ન કરવા માગતા હોવ તો ઘરનાં અમુક ડેકોરીવ પીસ ચેન્જ કરીને ઘરમાં એ માહોલ ઉભો કરી શકો છો. જેમાં તમે ચેર, લેમ્પ, લાઈંટ, કર્ટેન, બેડશીટ જેવી વસ્તુને એક્વા કલરથી હાઈલાઈટ કરી શકશો
જો આપ ઘરનાં તમામ ફર્નિચરને ચેન્જ ન કરવા માગતા હોવ તો ઘરનાં અમુક ડેકોરીવ પીસ ચેન્જ કરીને ઘરમાં એ માહોલ ઉભો કરી શકો છો. જેમાં તમે ચેર, લેમ્પ, લાઈટ, કર્ટેન, બેડશીટ જેવી વસ્તુને એક્વા કલરથી હાઈલાઈટ કરી શકશો
ડાઈનીંગ ટેબલ પર પણ આપ એક્વા થીમ માટે ક્રોકરી અને કટલરી એક્વા કલરની સજાવી શકો છો. આપ ચાહો તો મરીન ડેકોરેટીવ પીસ જેવા કે શંખ અને છીપલા જેવી વસ્તુથી પણ ટેબલને સજાવી શકાય છે.
તો હવે આ સમરમાં આપ પણ ઘરને એક્વા કલરથી સજાવીને હોટ હોટ સમરમાં કૂલ લૂક મેળવી શકો છો.