Whatsapp દુનિયાનું સૌથી જાણીતું ઈનસ્ટન્ટ મેસેજિંગ એપ છે. પરંતુ લોકો તેને છોડીને બીજા ઓપ્શન તરફ જઈ રહ્યા છે. કારણ એ છે કે Whatsapp છેલ્લા કેટલાંક દિવસોથી પોતાની પોલિસી એપડેટ કરી રહી છે અને તેનાથી કંપની યુઝર ડેટા પર વધારે નજર રાખી શકશે. સાથે જ એ શરત છે કે જો આ નવી પોલિસીને યુઝર્સ એગ્રી નહીં કરે તો તેણે પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવું પડશે.
તેવામાં દુનિયાભરના લોકો Signal અને Telegram જેવા બીજા પ્રાઈવસી ફોકસ્ડ મેસેજિંગ એપને પસંદ કરી રહ્યા છે. Signal એક એવું એપ છે, જે યુઝર ડેટાના નામ પર માત્ર લોકો પાસેથી કોન્ટેક્ટ નંબર લે છે. આ એપને દુનિયાભરમાં જર્નાલિસ્ટ, એક્ટીવીસ્ટ, પોલિટીશ્યન, લોયર્સ અને સિક્યોરિટી એક્સપર્ટ્સ પણ મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે. તેવામાં અમે તમને આ એપની ખાસ વાતો જણાવી રહ્યા છીએ.
Signal મેસેન્જર LLC, જે Mozilla જેવા એક નોન-પ્રોફીટ સિગ્નલ ફાઉન્ડેશનની અંદર કામ કરે છે. આ એપને તે સમયે બનાવવામાં આવ્યો હતો, જ્યારે એક્શને કંપની છોડી અને Signalને 50 મિલીયન ડોલર ડોનેટ કર્યા. એનક્રીપ્ટેડ ટેક્સટીંગ માટે આ ઘણું સારું છે. Signal ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે અને કોઈ મેજર ટેક કંપની સાથે તેની પાર્ટનરશીપ નથી. આ એપનું ડેવલોપમેન્ટ Signal યુઝર્સના ડોનેશન સપોર્ટથી થાય છે.
આ એપનું સોર્સ કોડ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. તેવામાં દુનિયાભરના સિક્યોરિટી એક્સપર્ટ્સ તેમાં આવી રહેલી મુશ્કેલીને ચેક કરી શકે છે. તેવામાં તેને બાકીના એપ્સની તુલનામાં ઝડપથી ફિક્સ કરવામાં આવી શકે છે. Signal દરેક વસ્તુને એનક્રીપ્ટ કરી દે છે. તેમાં તમારો પ્રોફાઈલ ફોટો, વાઈસ-વીડિયો કોલ, અટેચમેન્ટ, સ્ટીકર્સ અને લોકેશન પિન્સ સામેલ છે. આ એપ તમારા મેસેજને અસુરક્ષિત બેકઅપ્સ ક્લાઉડને નથી મોકલતો. જ્યાં તેને Google અને WhatsApp સહિત કોઈ પણ વાંચી શકે છે. જ્યારે તેને તમારા ફોનમાં એનક્રિપ્ટેડ ડેટાબેસમાં સ્ટોર કરવામાં આવે છે. સાથે જ આ એપ તમને સર્વરમાં તમારા કોન્ટેક્ટ સુધી નથી રાખતું અને આ તમને તમારા મિત્ર સાથે મેચ કરાવવા માટે બીજી પ્રાઈવસી ફ્રેન્ડલી મેથડનો ઉપયોગ કરે છે.
Signalનું એક સૌથી જૂનુ અને ઉપયોગી ફીચર જે છે, જેનાથી તમે મેસેજ ડિસઅપીયર કરી શકે છે. આ ફીચર હાલમાં જ WhatsAppમાં આવ્યું છે. યુઝર્સ તેના માટે 10 સેકન્ડથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય સેટ કરી શકે છે. તેનાથી જૂના મેસેજ કોઈ પણ પોતાની જાતે જતા રહેશે. સાથે જ એક વખત વ્યુએબલ મીડિયા અને મેસેજીંગ રીકવેસ્ટ જેવા ઘણા ફીચર્સ વોટ્સએપમાં મળતા નથી.