ભારત જયારે અભ્યાસ માટે એક ઉત્કૃષ્ઠ સ્થળ માનવવા માં આવે છે ત્યારે આંકડા મુજબ દર એક કલાકે એક વિદ્યાર્થી ની અર્થી ભારત માં ઉઠી રહી છે. એટલું જ નહિ તેનો દર પણ વાર્ષિક ધોરણે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ ની આત્મહત્યા ના મુખ્ય કારણો ની તાપસ કરતા ભણવાનું પ્રેશર, રેગિંગ અને આંતરિક વિખવાદો મુખ્ય જોવા મળે છે. તેના ઉપરાંત નિરાશા અને ડિપ્રેશન જેવી બીમારીઓ પણ વધારે પ્રમાણ માં જોવા મળે છે.
વધૂ વિગત જોઈએ તો મહારાષ્ટ્ર માં સૌથી વધારે આવી ઘટનાઓ બની હોવાનું જોવા માં આવે છે. મહારાષ્ટ્ર માં બનેલી ઘટના 2016 ના વર્ષ માં આખા ભારત માં બનેલી ઘટનાઓ ના 14% રહી હતી જે એક ચોંકાવનારી બાબત છે.
2014 થી 2016 સુધી માં કુલ 26000 વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરવા માં આવી છે, જેની નોંધ ના લેવાયી હોય તેવી અને આત્મહત્યા નો પ્રયાસ કરનારાઓ ની સંખ્યા તો તેનાથીય વધારે છે. ભારત સરકાર માટે આ ઘટના રોકવી એ મોટી ચુનોતી એ છે કેમકે ભારત માં મનોચિકિત્સકો ની સંખ્યા ખુબજ ઓછી છે. એક સર્વે મુજબ ફક્ત 5000 મનોચિકીત્સક અને 2000 ક્લિનિકલ મનોચિકિત્સક જ ભારત માં છે જેના કારણે આવો ઘટનાક્રમ અટકાવવો ખુબજ મુશ્કેલ છે.