શુ તમે મોટા ભાગે નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યા છો ? જો હા તો પુરતા પ્રમાણમાં નીંદ ન મળવાના કારણે તેમજ રાત્રી ગાળામાં
જાગવાના કારણે માનવ ડીએનએન રચનાને પ્રતિકુળ અસર થઇ શકે છે. આના કારણે કેટલીક પ્રકારની બિમારી થઇ શકે છે. નાઇટ શિફ્ટમાં કામ કરનાર લોકોને કેટલીક બિમારી રહે છે અથવા તો થઇ શકે છે જેમાં ડાયાબિટીસ, હાર્ટને લગતી તકલીફો, કેન્સર અને શ્વાસને લગતી તકલીફોનો સમાવેશ સમાવેશ થાય છે.
હાલમાં જ અનેસ્થેશિયા એકેડમી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નાઇટ શિફ્ટમાં કામ કરનાર લોકોમાં ડીએનએ રિપેર કરનાર જીન પોતાની ગતિથી કામ કરી શકતા નથી. નીંદની કમી હોવાના કારણે આ સ્થિતી વધારે બગડી જાય છે. શોધમાં જાણવા મળ્યુ છે કે વ્યÂક્ત રાતભર કામ કરે છે તેમનામાં કેટલીક બિમારીનો ખતરો રહે છે. સામાન્ય રીતે જે લોકો રાત્રે કામ કરે છે તે લોકો પુરતા પ્રમાણમાં ઉંઘ લઇ શકતા નથી. મોટી સંખ્યામાં લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આઈ મુજબનો દાવો કરવામાં આવ્યા બાદ હજુ પણ કેટલાક લોકો આની સાથે સહમત નથી.
તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોંકાવનારા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લેટ નાઈટ પાર્ટી સજા સાબિત થઈ શકે છે. પોતાના લાંબા અને તણાવ ભરેલા કામની થાકને ઉતારવા માટે સામાન્ય રીતે લોકો લેટ નાઈટ પાર્ટીમાં ભાગ લે છે. લેટ નાઈટ પાર્ટીમાં જતા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોડા સુધી કામ, બીજી બાજુ તેનાથી બહાર નીકળવા માટે મોડા સુધી જાગવાની બાબત અને પાર્ટીઓમાં આડેધડ ખાવા પીવાની ચીજવસ્તુના લીધે પુરુષ નપુંસકતાનો શિકાર થઈ શકે છે. બીજી બાજુ મહિલાઓમાં ફર્ટિલિટીને લઈને તકલીફ આવી શકે છે. તાજેતરમાં જ એમ્સના કૃતિમ ગર્ભ કેન્દ્રમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે.
અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આવા લોકોમાં રી પ્રોડક્ટિવ દર ઘટી જાય છે. લાંબા સમય સુધી કામ કર્યા બાદ પણ ઉંઘ પુરી નહી કરતા લોકોમાં ઘણી તકલીફ ઉભી થાય છે. એવા ૧૨૪ દંપતિઓને આવરી લઈને આ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે કોઈને કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તંગદીલીને ઘટાડવા માટે સામાન્ય રીતે લોકો એવા કામ કરે છે જે જેનાથી રાહત મળે છે. કેટલાક લોકો આના માટે લેટ નાઈટ પાર્ટીને મહત્વપૂર્ણ ગણે છે. આ પાર્ટી મોડી રાત સુધી ચાલતી હોય છે આનાથી ઉંઘ પુરી થઈ શકતી નથી. આવી પાર્ટીઓમાં કોકટેલ અને નોકટેલ ડ્રીંક પણ હોય છે. સ્મોકિંગ પણ મોટા પાયે થાય છે. આનાથી દંપતિઓ પોલિસિસ્ટીક સિન્ડ્રોમના શિકાર થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આશરે ૧૫થી ૨૦ ટકા દપંતિ આ સિન્ડ્રોમના શિકાર થઈ ચુક્યા છે. તેમની લાઈફ સ્ટાઈમાં જંગફુડ પણ આના કારણોમાં સામેલ છે. એમ્સના આઈવીએફ સેન્ટરના તબીબનું કહેવું છે કે આનાથી પુરુષોમાં સ્પર્મ ઓછા પ્રમાણમાં બને છે. જ્યારે બીજી બાજુ મહિલાઓમાં હાર્મોન્સનું સંતુલન બગડી જાય છે. ઇંડા બનવાનું પ્રમાણ ઘટી જાય છે. આ તમામની અસર બાળકોના જન્મ સાથે સંબંધિત છે. શરૂઆતમાં આ સિન્ડ્રોમના લક્ષણો દેખાતા નથી. મહિલાઓ જ્યારે સગર્ભા થતી નથી અને ચકાસણી માટે તબીબો પાસે જાય છે ત્યારે આ વાતની જાણ થાય છે.
મહિલાઓમાં આ તમામના લીધો ઇન્સોલિન વધે છે. નાઉટ શિફ્ટને મોટા ભાગે ટાળવાની સલાહ નિષ્ણાંતો આપે છે. નાઇટ શિફ્ટમાં કામ કરનાર મહિલાઓને સ્તન કેન્સરનો ખતરો વધી જાય છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા બાદ આ મુજબના તારણ જારી કર્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મોડી રાતથી વહેલી સવાર નિયમીત કામ કરનાર મહિલાઓમાં કેન્સરનો ખતરો ચાર ઘણો વધી જાય છે. નિયમીત રીતે મોડી રાત સુધી નોકરી કરનાર મહિલાઓને જાખમ સૌથી વધારે રહે છે. અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી સવારમાં નિયમીત રીત કામ કરનાર મહિલાઓમાં પણ ખતરો રહેલો છે. એકંદરે દિવસમાં કામ કરનાર મહિલાઓની સરખામણીમાં મોડી રાતની શિફ્ટમાં નોકરી કરનાર મહિલાઓમાં ખતરો ૪૦ ગણો વધારે રહેલો છે.
પરિણામો નિર્દેશ કરે છે કે વારંવાર નાઇટ શિફ્ટ કેન્સરના ખતરાની સાથે સાથે અન્ય બિમારીઓને પણ આમંત્રણ આપે છે.
નાઇટ શિફ્ટમાં લાંબા ગાળા સુધી કામ કરનાર લોકોમાં પણ ખતરો રહેલો છે. આ અભ્યાસ કરનાર ડેનીસ કેન્સર સોસાયટીના તબિબ જાની હેન્સેનને ટાંકીને બ્રિટનના જાણીતા અખબાર મીરરે કહ્યું છે કે દિવસમાં નિયમીત કામ કરવાથી કોઇપણ પ્રકારનો બિનજરૂરી ખતરો નથી.