ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે તેમને કંઇ યાદ રહેતુ નથી અને જલ્દી તે નાની નાની વાત ભૂલી જાય છે. તેવા દરેક વ્યક્તિએ પોતાની યાદશક્તિ વધારવા માટે સંગીત શીખવાનું શરૂ કરવું જોઇએ.
એક સંશોધનમાં સામે આવ્યુ છે કે કોઇ પણ વાદ્ય યંત્ર શીખવાથી તમારી યાદશક્તિ વધે છે અને મગજ તેજ થાય છે. સાથે જ જો તમે કોઇ નવી ભાષા શીખો છો તો પણ તમારુ મગજ તેજ થાય છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે નવી ભાષા શીખનાર અને વાદ્ય યંત્ર શીખનાર વ્યક્તિની યાદશક્તિ વધારે સારી હોય છે અને તેમનું મગજ સામાન્ય માણસના મગજ કરતા વધારે તેજ હોય છે.
ન્યૂયોર્ક એકેડમી ઓફ સાઇન્સના એક રિસર્ચ પ્રમાણે દ્વીભાષી વ્યક્તિ અથવા સંગીત શીખનાર વ્યક્તિનું મગજ સક્રિય હોય છે. તેમના મગજમાં વિચારો પણ વધારે આવે છે, તે લોકો સાથે સારી રીતે કમ્યૂનિકેટ કરી શકે છે. માણસોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તેમના મગજના તંતુઓના નેટવર્ક સક્રિય થઇ જાય છે. તે આસાનીથી દરેક વાતને યાદ રાખી શકે છે અને તેના લીધે તેઓ ખૂબ બ્રાઇટ ફ્યૂચર ધરાવતા હોય છે.
જો તમારે પણ તમારી યાદશક્તિને વધારવી હોય તેમજ મગજને સક્રિય રાખવું હોય તો સંગીત શીખવાનું શરૂ કરી દો અથવા તો નવી ભાષા શીખવાનું શરૂ કરો.