ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆત માં આબોહવા સ્વાસ્થ્યમાટે અનેક રીતે લાભકારી સાબિત થાય છે, ત્યારે કેટલીક બાબતોમાં કાળજી પણ લેવી પડેછે. શુષ્ક વાતાવરણના કારણે પગની એડી ફાટી જવા જેવી સમસ્યાઓ પેદા થાય છે.આ સમસ્યાઓ સામે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ અસરકારક સાબિત થાય છે. આજે આપણે આવી જ એકઔષધિ કપૂર વિશે જાણીશું.
કપૂરઃ
બજારમાં કપૂરસરળ રીતે ઉપલબ્ધ હોય છે. કપૂરનો ઉપયોગ ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂરકે કપૂરનું તેલ ત્વચા અને વાળની સમસ્યાઓ માટે ખૂબ જ સારૂં માનવામાં આવે છે.આયુર્વેદમાં કપૂરના તેલનો ઉપયોગ ખૂબ જ વ્યાપક રીતે કરવામાં આવે છે. જુના સાંધાનાદુખાવા સામે પણ કપૂર રાહત આપનારી ઉપયોગી ઔષધિ છે.
કેવી રીતે બનાવશો કપૂર તેલ?:
કપૂરનું તેલ બનાવવું ખૂબ જ સરળ છે. સામાન્ય રીતે બજારમાં તૈયારકપૂર તેલ પણ મળી રહે છે. તેમ છતાં પણ કપૂરનું તેલ ઘરે બનાવવા માટે કપૂરના ટૂકડાનેનારિયેળના તેલમાં એક હવા ચૂસ્ત ડબ્બા કે સાધનમાં બંધ કરી દો.
કપૂરના વિવિધ ઉપયોગ અને ફાયદાઓઃ
ફાટેલી એડીઓ માટેઃ
કપૂર ફાટેલી એડીઓમાંને સામાન્ય થવામાં અસરકારકરીતે ઉપયોગી બને છે. ફાટેલી એડી પર કપૂરનો ઉપયોગ કરવાથી એડીઓ મુલાયમ બનાવી દે છે.ગરમ પાણીમાં થોડુ કપૂર ભેળવી દીધા બાદ તેમાં પગ ડૂબાડી રાખી એડીઓને સ્ક્રબ કરો. આપ્રકારનો પ્રયોગ થોડા દિવસો સુધી જાળવી રાખો. આમ કર્યા બાદ સારી ક્રિમને ફાટેલીએડીઓ પર લગાવી દો.
વાળ માટે લાભકારીઃ
કપૂરને વાળ માટે ગુણકારી માનવામાં આવે છે.કપૂરના તેલને સુગંધિત તેલ સાથે મિક્સ કરી માથામાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા સામેરક્ષણ મળે છે, તે વાળને જડથી મજબૂત બનાવે છે. માથામાં માલિસ કર્યાના એક કલાક બાદવાળને ધોઇ શકાય છે. નિયમિત રીતે કપૂર તેલથી મસાજ કરવાથી વાળ ખરતા અટકી જાય છે.
ખીલ અને તેના ડાઘાઃ
ખીલ થવા અને ત્યાર બાદ ડાઘા રહી જવા એસમાન્ય સમસ્યા છે. કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ થતા અટકે છે અને ડાઘાઓ પણધીરે-ધીરે ઓછા થવા લાગે છે. આ ઉપરાંત કપૂર દરેક પ્રકારના ત્વચાના રોગોને ઠીકકરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.