ભારત (INDIA) અને ઈંગ્લેન્ડ(ENGLAND)ની વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચનો આજે બીજો દિવસ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 112 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હાલમાં ભારતે 9 વિકેટના નુકશાને 134 રન બનાવી લીધા છે. ભારતને નવમો ઝટકો લાગ્યો છે. અશ્વિન 17 રન બનાવીને આઉટ થયો છે. અશ્વિન જો રૂટનો શિકાર બન્યો છે.
ઈંગ્લેન્ડે અમદાવાદ ટેસ્ટમાં શાનદાર કેમ બેક કર્યું છે. હાલમાં ભારતની 8 વિકેટ પડી ગઈ છે અને સ્કોર બોર્ડ પર માત્ર 125 રન છે. ઈંગ્લેન્ડ સામે ભારતની લીડ માત્ર 13 રનની છે. 11 રનમાં ભારતે 5 વિકેટ ગુમાવી છે. એક સમયે ભારતનો સ્કોર 3 વિકેટે 114 રન હતો અને હવે 8 વિકેટે 125 રન થઈ ચુક્યો છે. વોશિંગ્ટન સુદર અને અક્ષર પટેલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ઈંગ્લેન્ડના પાર્ટ ટાઈમ બોલર જો રૂટ પણ ભારતને ભારે પડી રહ્યો છે, તે ત્રણ વિકેટ લઈ ચુક્યો છે.
અમદાવાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પલટવાર કર્યો છે. તેમણે ભારતને છઠ્ઠે ઝટકો આપ્યો છે. ઋષભ પંત 1 રન બનાવીને આઉટ થયો છે. પંત જો રૂટનો શિકાર બન્યો છે. 121 રનના સ્કોરે ભારતની છઠ્ઠી વિકેટ પડી છે.
ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા આઉટ થયો છે. તે જેક લીચના બોલ પર LBW આઉટ થયો છે. 115 રનના સ્કોરે ભારતની પાંચમી વિકેટ પડી છે. રોહિત શર્માએ 66 રન બનાવ્યા હતા.
ભારતની ચોથી વિકેટ રહાણે રૂપમાં પડી છે. રહાણેને લીચે LBW આઉટ કર્યો હતો. રહાણે 7 રન બનાવી ને આઉટ થયો છે. 114 રનના સ્કોરે ભારતીની ચોથી વિકેટ પડી હતી.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનો નિર્ણય ખોટો સાબિત થઇ હતો. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપતા ડોમિનિક સિબ્લીને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્રીજી ઓવરની પહેલી બોલ પર આ વિકેટ પડી હતી. સીબ્લી આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો બેયરસ્ટો પણ વિકેટ પર ટકી શક્યો ન હતો અને તે અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. અશ્વિન અને અક્ષર પટેલની ફિરકીમાં ઇંગેન્ડના મોટાભાગના ખેલાડીઓ મુંઝવણમાં મૂકાયા બાદ એક બાદ એક આઉટ થઇ પવેલિયન ભેગા થઇ રહ્યા હતા.
VR Sunil Gohil