ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ લાખો ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સિરીજ શરૂ થવામાં બસ હવે એક અઠવાડિયાનો સમય બાકી છે. પરંતુ બ્રિટેનના લોકો આ મેચ કઈ ચેનલ પર જોઈ શકશે તે હજુ સુધી નક્કી નથી થઈ શક્યુ. હકિકતમાં બ્રિટેનમાં આ સિરીઝનાં ટીવી પ્રસારણને લઈને નિર્ણય થવાનો બાકી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સિરીઝના આધિકારીક પ્રસારક સ્ટાર ઈન્ડિયા કોઈ બીજા પ્રસારકને અધિકાર વેંચવાની જગ્યાએ પોતાના સ્ટ્રીમિંગ હોટસ્ટારના માધ્યમથી મેચ બતાવવાનો વિચાર કરી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ઓસ્ટ્રેલિયામાં જીત અને ઈંગ્લેન્ડના તાજેતરના શ્રીલંકા પ્રવાસ દરમિયાન સ્કાઈ સ્પોર્ટ્સ ઉપર દર્શકોની સારી સંખ્યાને જોતા તેના અધિકાર વેંચવાની શભાવના વધી ગઈ છે અને અહિયા સુધી કે ચેનલ 4 પણ તેમા રસ દાખવી રહી છે. આ અધિકારોની કિંમત લગભગ બે કરોડ પોંડ હશે જેમને જલદીથી કોઈને આપવા પડશે. ચાર ટેસ્ટ મેચની સિરીઝ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં શરૂ થશે. આ સિરીઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્કાઈ હજુ પણ અધિકાર પ્રાપ્ત કરવાની રેસમાં આગળ છે. છેલ્લા ત્રણ દશકમાં ઈંગ્લેન્ડના મોટાભાગના વિદેશ પ્રવાસનું પ્રસારણ સ્કાઈ પર જ કરવામા આવ્યું છે. જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડની બન્ને ટીમ સારા ફોર્મમાં છે. ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી ઉપર જ હરાવી હતી. તો બીજી તરફ ઈેગ્લેન્ડે પણ શ્રીલંકાને તેની ધરતી પર હરાવ્યું છે.
ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વરપૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.