ગરમીઓની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ફેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડ વિશે સર્ચ કરતાં થઈ ગયા. હોટ સમરમાં કૂલ લૂક મેળવવા આજકાલ લોકો ગ્રીનરી અફેક્ટેડ નીયોન ગ્રીન કલર વધુ પ્રિફર કરતાં હોય છે. આજકાલ વેસ્ટર્ન ડ્રેસ હોય કે ટ્રેડિશનલ દરેકમાં નિયોન ગ્રીન હોટ ફેવરીટ છે.
કોલેજ કેમ્પસમાં વ્હાઈટ ટોપ સાથે નીયોન ગ્રીન લોન્ગ સ્કર્ટ પરફેક્ટ ડ્રેસ રહેશે. કોલેજ, આઉટ ડોર શોપીંગ કે લંચ ડેટ માટે પણ આ ડ્રેસ પરફેક્ટ છે.
પાર્ટીવેરમાં પણ સમર કલેક્શનમાં નીયોન ગ્રીન કલરનાં ગાઉન અને ડ્રેસીસ ડિમાન્ડમાં છે.
સમર પાર્ટી કે સનબર્ન પાર્ટીમાં પણ વોટરમેલન પ્રિન્ટમાં નીયોન ગ્રીન ઈન ટ્રેન્ડ છે.
એથનીક વેરમાં પણ સ્પેશિયલી સાડીમાં નીયોન કલર આ વર્ષે વધુ ડિમાન્ડમાં છે. આ નીયોન સાડી ચેરી રેડ કે બ્રાઈંટ પીન્ક સાથે મેચ અપ કરી શકો છો.