શું તમને પણ એકલા જમવાની ટેવ છે. જો હા, તો જલ્દી જ પોતાની આ આદતને સુધારી લો. કારણકે એકલા જમવાની આદત તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. એકલા જમનાર વ્યક્તિને હાઇ બ્લડપ્રેશર કે કોલેસ્ટ્રોલની બિમારી થઇ શકે છે. વિશ્વમાં હવે એકલા રહેવું તે જાણે ફેશન બનતી જાય છે. અમેરિકામાં 27% લોકો એકલવાયુ જીવન જીવે છે. એકલા રહેનાર વ્યક્તિ હેલ્ધી ખાવાને બદલે આચર કુચર ખાઇ લેતી હોય છે.
સાઉથ કોરિયાની ડોન્ગુક્ક યુનિવર્સિટીના સંશોધકોના સંશોધન દ્વારા 7752 લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે વ્યક્તિ એકલુ જીવન જીવે છે, અથવા એકલા ખાવાનું પસંદ કરે છે, તેમના ખાવાની આદતો અને આરોગ્યની તુલના કરવામાં આવી હતી. જેમાં 45 ટકા પુરુષો મેદસ્વીતાનો શિકાર બનેલા હતા. 64 ટકા મહિલાઓ મેટાબોલિક સિન્ડ્રોમનો શિકાર બની હતી.
મહિલાઓની બાબતમાં જો તે બેથી વધારે વખત એકલી ખાતી હોય તો તે મેટાબોલિક સિન્ડ્રોમનો શિકાર બને છે. જંકફૂડ ખાવાને કારણે મેદસ્વિતાનો શિકાર લોકો બનતા હોય છે.એકલવાયુ જીવન જીવતા લોકો લગ્ન પણ મોડા કરવાનુ પસંદ કરતા હોય છે. માટે જો તમે પણ એકલાયુ જીવન જીવતા હોવ અથવા તો એકલા જમવાની આદત હોય તો તેને બદલી લેવી જ યોગ્ય રહેશે.