છેલ્લા કેટલાક વર્ષોથી ઇલેક્ટ્રોનિક કાર્ડના ઉપયોગ લોકો મોટા પાયા પર કરવા લાગ્યા છે. જેમાં સરકાર તરફથી લોકોને સ્માર્ટ કાર્ડ વાપરીને ઇ પેમેન્ટ કરવા પર ભાર મુકાઈ રહ્યો છે .આથી લોકો હવે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ તરફ વળ્યા છે.
ડેબિટ કાર્ડનો ઉપયોગ
માહિતી :-પાછળ કેટલાક વર્ષોમાં વીમા બેંકિંગ અને બેંકિંગને લગતા ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ થઈ છે . ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોને પૈસા સરળતાથી કાઢી કે નાખી શકે માટે ડેબિટ કાર્ડ ,એ ટી એમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આવ્યા છે . જેનો ઉપયોગ આજે લગભગ દરેક વ્યક્તિ કરે છે .તેમાં કોરોના મહામારી પછી બેકિંગ ના ક્ષેત્રની સાથે આ ડિજિટલ કાર્ડના વપરાશકારો માં ખૂબ જ વધારો નોંધાયો છે. તેમજ સરકાર ડિજિટલ કરન્સી ને વધારે મહત્વ આપતી હોવાથી આજે દરેક વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ ની સુવિધાઓ નો ઉપયોગ કરતો થયો છે.
આજકાલ લોકો ઓનલાઈન શોપિંગ (Online Shopping), બિલ પેમેન્ટ (Bill Payment) વગેરે માટે ઈ-કોમર્સ (E-Commerce Platform) પ્લેટફોર્મ પર આ કાર્ડનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે.