આજસુધી તમે એવું સાંભળ્યું હશે કે કોલસાથી પહેલા ટ્રેન ચાલતી હતી, કોલસા દ્વારા તમે ચૂલો સળગાવી શકો છો અને બીજા કંઇ કેટલાય ફાયદા સાંભળ્યાં હશે, પરંતુ તમે કદી એવું સાંભળ્યું છે કે કોલસા દ્વારા તમારી સ્કીન ચમકી ઉઠે..!! નહી સાંભળ્યુ હોય પણ આ વાત એકદમ સાચી છે કે કોલસાથી તમારો ચહેરો ચમકી ઉઠે છે, કોઇ પણ ફેસિયલ કે કોઇ ક્રિમથી પણ વધારે ચમક કોલસાથી તમારા ચહેરા પર આવે છે.
બ્યૂટિ પ્રોડક્ટ્સમાં કાચા કોલસાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમાં એક્ટિવેટેડ કાર્બનનું પ્રોસેસ્ડ ફોર્મ લેવામાં આવે છે.
કોલસો જર્મ્સ, ગંદકી અને પ્રદુષણને ચુંબકની જેમ ચહેરામાં થઈ ખેંચી નાંખે છે. રાત્રે સૂતા પહેલા ચારકોલ બેઝ્ડ ફેશવોશનો ઉપયોગ ગ્લોઇંગ સ્કીન આપે છે.
કોલસો એ પાવરફૂલ ક્લિંઝર છે, જે ચહેરાના ખીલ, બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સને દૂર કરે છે. તે સિવાય ચહેરા પરના ડાધ-ધબ્બા દૂર થાય છે.
ચારકોલ ચહેરા પરનું એક્સ્ટ્રા ઓઇલ દૂર કરે છે. જેનાથી ઓઇલી સ્કીનથી છુટકારો મળે છે. ચારકોલ એ ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરવાનું કામ કરે છે.
તમે ઘરે પણ ચારકોલ માસ્ક બનાવી શકો છો. શુદ્ધ ઓર્ગેનિક એક્ટિવેટેડ ચારકોલ લો, તેમાં એક ચમચી પાણી કે ગુલાબજળ મિક્સ કરો, તેમાં બે ટીંપા ટ્રી ઓઇલ મિક્સ કરો, આ મિશ્રણને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી પેસ્ટ ચીકણી ના થાય. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો, આંખની આસપાસ ના લગાવશો, 10 મિનિટ બાદ માસ્કને હૂંફાળા પાણીથી ધોઇ લો. આવું રેગ્યુલર કરવાથી ચહેરા પર ગ્લો આવશે.