સીબીએસઈ સ્કૂલો દ્વારા માનિતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં વધુ માર્કસ આપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠતાં સેન્ટ્રલબોર્ડ ઓફ્ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે. સીબીએસઈએ જાહેર કરેલા નિર્દેશો પ્રમાણે, વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના માર્કસ અને પ્રેક્ટિકલના માર્કસમાં જો મોટી વિસંગતતા જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી થશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા મુકવામાં આવનાર નિરીક્ષકના બદલે અન્ય શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે તો બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવશે.
પ્રેક્ટિકલપરીક્ષાનું એસેસમેન્ટ પુર્ણ થાય તે પછી તરત જ ગુણ અપલોડ કરવાના રહેશે. આ વખતે પણ પ્રેક્ટિકલ પરીક્ષામાં બહારના પરીક્ષકોની નિમણુંક કરાશે. જો, કોઈ સ્કૂલ દ્વારા બહારથી મુકવામાં આવેલા નિરીક્ષકના બદલે અન્ય શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે તો બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉપરાંત આવા કિસ્સામાં વિદ્યાર્થીઓએ થિયરી પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રેક્ટિકલપરીક્ષાના ગુણ આપવામાં આવશે.
CBSE બોર્ડ દ્વારા શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પ્રયોગશાળા તૈયાર કરવાને લઈને વિસ્તૃત નિર્દેશો બહાર પાડયા છે. જેમાં પ્રત્યેક બેચની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાયા બાદ શાળા દ્વારા પ્રયોગશાળાને સેનિટાઈઝ કરવાની રહેશે. પ્રેક્ટિકલ પરીક્ષા માટે એક બેચમાં ૨૫ વિદ્યાર્થીઓ હોય છે, આ વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચીને પરીક્ષા લેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સીંગનું યોગ્ય રીતે પાલન થશે. જેથી એકબેચના ૨૫ વિદ્યાર્થીઓને ૧૨ અને ૧૩ વિદ્યાર્થીઓના બે ગ્રુપમાં વહેંચી પરીક્ષા લેવાઈ શકે છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફ્સમાસ્ક પહેરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેરવું પડશે. પરીક્ષા વખતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું રહેશે.
VR Sunil Gohil