fbpx

પ્રધાનમંત્રી મોદીએ એમએસએમઈને સશક્ત બનાવવા માટે એક ટેકનોલોજી મંચ ‘ચેમ્પિયન્સ’નો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C ક્રિયેશન અને H હાર્મોનિયસ A એપ્લીકેશન ઓફ M મોર્ડન P પ્રોસેસ ફોર I ઇન્ક્રીઝીંગ ધી O આઉટપુટ એન્ડ N નેશનલ S સ્ટ્રેન્થ. આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને તેમનો હાથ પકડીને મોટા બનાવવા માટે છે. તે સુક્ષ્મ, લઘુ મધ્યમ કદના ઉદ્યોગો માટે વન સ્ટોપ સોલ્યુશન છે. ICT આધારિત આ વ્યવસ્થા તંત્ર વર્તમાન મુશ્કેલ પરિસ્થતિની અંદર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મદદ કરવા માટે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજેતાઓ બનાવવા માટે મદદ કરવા પણ બનાવવામાં આવ્યું છે. ચેમ્પિયન્સના મુખ્ય ઉદ્દેશ્યો: ફરિયાદ નિવારણ: એમએસએમઈની સમસ્યાઓ જેવી કે નાણાકીય, કાચો માલ, શ્રમિકો, નિયામક પરવાનગીઓ વગેરેને, ખાસ કરીને કોવિડના પગલે ઉત્પન્ન થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉકેલવા માટે. તેમને નવી તકો ઝડપવામાં મદદ કરવા માટે: મેડીકલ સાધનો અને પીપીઈ, માસ્ક વગેરે એક્સેસરીઝના ઉત્પાદન સહીત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પુરા પાડવા માટે જેનામાં સ્પાર્ક છે તેમને ઓળખી કાઢવા અને પ્રોત્સાહન આપવા: અર્થાત સક્ષમ એમએસએમઈ કે જેઓ વર્તમાન પરિસ્થિતિમાં ઉભા રહેવા સક્ષમ છે અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સ બની શકે છે. તે એક ટેકનોલોજીથી યુક્ત કંટ્રોલ રૂમ કમ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. ICT સાધનો જેવા કે ટેલીફોન, ઈન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ સહીત આ સિસ્ટમ કૃત્રિમ બુદ્ધિમત્તા, ડેટા એનાલીટીક્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે. તે ભારત સરકારના મુખ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ CPGRAMS સાથે અને એમએસએમઈ મંત્રાલયના પોતાના અન્ય વેબ આધારિત વ્યવસ્થાતંત્રની સાથે રીયલ ટાઈમના આધાર પર સંકળાયેલ છે. સંપૂર્ણ ICT માળખું એ કોઇપણ કિંમત વિના NICની મદદથી ઇન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ભૌતિક માળખું એ ટૂંક સમયની અંદર કોઈ એક મંત્રાલયના ડમ્પિંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વ્યવસ્થાતંત્રના ભાગરૂપે કંટ્રોલ રૂમનું એક નેટવર્ક હબ અને સ્પોક મોડલમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ હબ નવી દિલ્હીમાં સચિવ એમએસએમઈની કચેરીમાં આવેલું છે. તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે. અત્યાર સુધીમાં 66 રાજ્ય સ્તરીય નિયંત્રણ રૂમો તૈયાર અને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. તેમને ચેમ્પિયન્સ પોર્ટલ ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડવામાં આવ્યા છે. એક વિસ્તૃત સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) અધિકારીઓને જાહેર કરવામાં આવી છે અને તે માટે સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે તેમજ તેમની માટે તાલીમ પણ આયોજિત કરવામાં આવી છે. આ પ્રસંગે, એમએસએમઈ અને માર્ગ વાહનવ્યવહાર તથા ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Read more

માહિતીને જ્ઞાન સમજવાની ભૂલ ન કરીયે

જ્ઞાન એ માત્ર માહિતી નથી, એનાથી કંઈક વિશેષ છે. પરંતુ આજનો સમાજ વ્યર્થ માહિતીને જ્ઞાન સમજી બેઠો છે અને કોઈપણ અનીતિમય રસ્તા દ્વારા તે મેળવવાનો પ્રયત્ન કર્યા કરે છે. જ્ઞાન...

Read more

લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી

લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી...

Read more

લોકડાઉં 5 અને અનલોક 1 ની 24 મહત્વની જાહેરાત

ગુજરાતમાં અનલોક-1 સોમવારથી અમલ કરાશે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશેઃ CM હવે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશેઃ CM ઑડ-ઈવન પદ્ધતિ બંધ કરવાની CMની જાહેરાત ગુજરાતમાં...

Read more

રેલ્વે મંત્રાલય ની યાત્રીઓ ને અપીલ

ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને  તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલે થી જ એવી બીમારી...

Read more

પડકાર (કોવીડ- 19)

" અમોને નાખો જિંદગીની આગમાં, ફેરવીશું આગને પણ બાગમાં ;સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં." ~ શેખાદમ આબુવાલા આજે એક સર્વ સામાન્ય ટોપીક ઉપર થોડી ચર્ચા...

Read more

ઉત્તરાયણના મૃત્યુનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

હિંદુધર્મની માન્યતા છે કે દક્ષિણાયન મૃત્યુ અશુભ અને ઉત્તરાયણ મૃત્યુ શુભ, કારણ કે દક્ષિણાયન અસૂર ક્ષેત્ર છે. દક્ષિણ શનિ અને યમનું ક્ષેત્ર છે. વિજ્ઞાને સ્વીકાર્યું છે કે સૂર્યનો પ્રકાશ શનિગ્રહ...

Read more

રવિવારે જોડાવ અને જાણો “લોકડાઉંન પછી ના બિઝનેસ” વિષે આ ફ્રી વેબિનાર માં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ પાસેથી

લોકડાઉંન અનેક શહેરો અને ગ્રીન ઝોનમાં ખુલવા જય રહ્યું છે ત્યારે દરેક ધંધાઓએ શું તકેદારી રાખવી અને કેવી રીતે આગળ વધવું તે માટે એક વેબિનાર, કન્સલ્ટન્ટ, SME કોચ અને બિઝનેસ...

Read more

આત્મનિર્ભર ભારત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે આપણી જાતને  સુરક્ષિત રાખવાની સાથે આગળ પણ વધતા રહેવાનું છે, પ્રગતિ પણ કરવાની છે. આત્મનિર્ભર ભારત કોવિડ અગાઉની અને પછીની દુનિયા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીને ભારતની સદી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા એ સુનિશ્ચિત કરતા આગળ વધવાનું છે કે દેશ આત્મનિર્ભર બની જાય.કટોકટીને તકમાં પરિવર્તિત કરવા વિશે વાત કરતા તેમણે પીપીઇ કિટ્સ, એન-95 માસ્કના ઉદાહરણો ટાંક્યા હતા, જેનું ઉત્પાદન ભારતમાં લગભગ નગણ્યમાંથી રોજિંદા ધોરણે 2 લાખના આંકડાને આંબી ગયું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ઉદાર અને વૈશ્વિકૃત દુનિયામાં આત્મનિર્ભરતાનો અર્થ બદલાઈ ગયો છે. તેમણે આ વિશે સ્પષ્ટ સમજણ આપતા કહ્યું હતું કે, જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે, ત્યારે એનો અર્થ સ્વકેન્દ્રિતતાથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે અને ભારતમાં પ્રગતિ એ સંપૂર્ણ વિશ્વની પ્રગતિનો ભાગ છે અને એમાં પ્રદાન પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને ભરોસો છે કે, ભારત સંપૂર્ણ માનવજાતના વિકાસ માટે ઘણું પ્રદાન કરે છે. આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ ધરતીકંપ પછી કચ્છમાં થયેલા નુકશાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા અને સંકલ્પ દ્વારા આખા કચ્છ જિલ્લા કે વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે. દેશને સ્વનિર્ભર બનાવવા માટે આ જ પ્રકારની નિર્ણાયકતા અને દ્રઢતાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વનિર્ભર ભારત પાંચ આધાર ધરાવશે એટલે કે અર્થતંત્ર, જે તબક્કાવાર રીતે નહીં પણ હરણફાળ પ્રગતિ કરશે; બીજો પાયો છે માળખાગત સુવિધાઓ, જેને ભારતની ઓળખ બનાવવી પડશે; ત્રણ, વ્યવસ્થા, જે 21મી સદીની ટેકનોલોજીથી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય; જીવંત વસ્તી, જે  સ્વનિર્ભર ભારત માટે આપણી ઊર્જાનો સ્ત્રોત છે; અને માગ, જેમાં આપણી માગ અને પુરવઠાની મજબૂત સાંકળનો સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ કરવો પડશે. તેમણે માગ વધારવા અને એને પૂર્ણ કરવા પુરવઠાની સાંકળમાં તમામ ભાગીદારોને મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર ભારત અભિયાન પ્રધાનમંત્રીએ વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને આત્મનિર્ભર ભારતની અપીલ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, કોવિડ કટોકટી દરમિયાન સરકાર દ્વારા અગાઉની જાહેરાતો અને આરબીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણયો સાથે સંયુક્તપણે આ પેકેજ રૂ. 20 લાખ કરોડનું છે, જે ભારતની જીડીપીના લગભગ 10 ટકાને સમકક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પેકેજ ‘આત્મનિર્ભર ભારત’ હાંસલ કરવા અતિ જરૂરી પ્રોત્સાહન પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે, આ પેકેજ જમીન, શ્રમ, નાણાકીય પ્રવાહિતતા અને કાયદા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ વિવિધ વર્ગોને પેકેજ પ્રદાન કરશે, જેમાં કુટિર ઉદ્યોગ, એમએસએમઈ, શ્રમિકો, મધ્યમ વર્ગ, ઉદ્યોગો સામેલ છે. તેમણે જાણકારી આપી હતી કે, આ પેકેજની રૂપરેખા નાણાં મંત્રી આવતીકાલથી આગામી થોડા દિવસ આપશે. છેલ્લાં છ વર્ષમાં જેએએમ (જનધન, આધાર, મોબાઇલ બેંકિંગ) અને અન્ય જેવા સુધારાની સકારાત્મક અસર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાંક સાહસિક સુધારાઓ દેશને આત્મનિર્ભર બનાવવા જરૂરી છે, જેથી કોવિડ જેવી અસરને ભવિષ્યમાં દૂર કરી શકાશે. આ સુધારાઓમાં કૃષિ, તાર્કિક કરવ્યવસ્થા, સરળ અને સ્પષ્ટ કાયદા, સક્ષમ માનવીય સંસાધન અને મજબૂત નાણાકીય વ્યવસ્થા માટે સપ્લાય ચેઇનના સુધારા સામેલ છે. આ સુધારા વ્યવસાયોને પ્રોત્સાહન આપશે, રોકાણને આકર્ષશે અને મેક ઇન ઇન્ડિયાને વધારે મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું  કે, સ્વનિર્ભરતા દેશને આંતરરાષ્ટ્રીય સ્તરની પુરવઠાની સાંકળમાં આકરી સ્પર્ધા માટે તૈયાર કરશે અને એ મહત્ત્વપૂર્ણ છે કે, દેશ આ સ્પર્ધામાં વિજય મેળવે. જ્યારે પેકેજ તૈયાર થઈ રહ્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લેવામાં આ વશે. એનાથી વિવિધ ક્ષેત્રોમાં કાર્યદક્ષતાની સાથે ગુણવત્તામાં વધારો પણ સુનિશ્ચિત થશે. દેશમાં ગરીબો, શ્રમિકો, પરપ્રાંતીય મજૂરો વગેરેના પ્રદાનને મહત્ત્વપૂર્ણ ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પેકેજ સંગઠિત અને અસંગઠિત એમ બંને ક્ષેત્રોના ગરીબો, શ્રમિકો, પરપ્રાંતીય મજૂરો વગેરેને સક્ષમ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે અવલોકન કર્યું હતું કે, આ કટોકટીએ આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર અને સ્થાનિક પુરવઠાની સાંકળનું મહત્ત્વ સમજાવ્યું છે. કટોકટી દરમિયાન આપણી તમામ માગ ‘સ્થાનિક’ ધોરણે પૂરી થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, હવે સ્થાનિક ઉત્પાદનો પર ભાર મૂકવાની જરૂર છે અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય લઈ જવામાં મદદ કરવાનો સમય પાકી ગયો છે. કોવિડ સાથે જીવન પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલાંક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ વાયરસ લાંબા સમય માટે આપણી સાથે રહેવાનો છે. પણ એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે એ ક્યાંક આપણા જીવનનું કેન્દ્ર ન બની જાય . તેમણે લોકોને તેમના લક્ષ્યાંકો માટે કામ કરવા બદલ પ્રશંસા કરી હતી, તેમણે માસ્ક પહેરવા અને ‘દો ગજ દૂરી’ જાળવવા જેવી કાળજીઓ રાખવાની સલાહ આપી હતી. લોકડાઉનના ચોથા તબક્કા અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો ચોથો તબક્કો અત્યાર સુધી જોયેલા તમામ તબક્કાઓથી અલગ હશે. રાજ્યો પાસેથી પ્રાપ્ત થયેલી ભલામણોને આધારે નવા નિયમો બનાવવામાં આવશે અને આ અંગેની માહિતી 18 મે અગાઉ આપવામાં આવશે.

Read more

રોગપ્રતિકારક શક્તિની સિલ્વર જ્યુબિલી

કોરોના મહામારી જેવો કપરો સમય હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય અથવા મનુષ્ય જીવનના ચાર અગત્યના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય શારીરિક, માનસિક અને...

Read more
Page 1 of 13 1 2 13

Weather

Visitor Count:

041988

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!