બીસીસીઆઈ (BCCI)ની સિનિયર વુમન વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ (ODI Cricket Turnament)નો આગામી 11 માર્ચથી પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન (Saurashtra Cricket Association) એલીટ ગ્રુપ-બીના મેચ યોજાશે. આ મેચમાં સૌરાષ્ટ્ર રેલવે (Saurashtra Railway), બંગાળ (Bangal), હરિયાણા (Hariyana), આસામ (Aasam) અને ઉતરાખંડ (Uttarakhand)ની ટીમો રમશે. દરેક ટીમ પાંચ પાંચ લીગમેચ રમશે જે તમામ મેચ રાજકોટ (Rajkot) ખાતે જ રમાશે.
જેમાં 12 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે બંગાળ, વચ્ચે અસેસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે સૌરાષ્ટ્ર હરિયાણા વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન 2 ખાતે આસામ ઉતરાખંડ વચ્ચે મેચ રમાશે. 14 માર્ચે એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે સૌરાષ્ટ્ર-બંગાળ વચ્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે અને ઉત્તરાખંડ વચ્ચે તથા એસસીએ સ્ટેડિયમ મેદાન 1-2 ખાતે આસામ હરિયાણા વચ્ચે મેચ રમાશે. 16 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે સૌરાષ્ટ્ર-આસામ વચ્ચે, એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે રેલવે અને હરિયાણા વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-2 ખાતે ઉતરાખંડ અને બંગાળ વચ્ચે મેચ રમાશે
18 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે હરિયાણા, ઉતરાખંડ, એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે આસામ અને બંગાળ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન નં. 2 ખાતે સૌરાષ્ટ્ર અને રેલવે વચ્ચે ટકકર થશે. 20 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે અને આસામ વચ્ચે, એસસીએ સ્ટેડિયમ મેદાન-1 ખાતે સૌરાષ્ટ્ર-ઉતરાખંડ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-2 ખાતે હરિયાણા અને બંગાળ વચ્ચે મેચ રમાશે.
ટીમ સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર ટીમમાં મૃદુલા જાડેજા (કેપ્ટન), જયશ્રી જાડેજા (વાઈસ કેપ્ટન) રિધ્ધિ રૂપારેલ (વિકેટ કીપર), મેઘના જાંબુચા, ક્રિશ્ર્ના અનોવડીયા, નેહા ચાવડા, રીના ડાભી, પૂજા મોઢવાડીયા, નિરાલી ઓઝા, મૂસ્કાન મલેક, રીના મોટા, સના સવસાદીયા, ધારણી , સરસ્વતી કનોજીયા, મેઘા તન્ન, હિરલ રાઠોડ, હીરા મોઢવાડીયા, મિત્તલ ગુજરાતી સુજાન સમા, પૂજાનિમાવત,નંદિતા અઢીયા (હેડકોચ) રીનાબા ઝાલા (આસી.કોચ) લાગેશા સુમા ટીમ ફીઝીયો છે.
VR Sunil Gohil