એપલ (Apple) બદલાતા સમયની જરૂરિયાતો અનુસાર નવા ઉત્પાદનો પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ દરમિયાન તેને પોતાની જૂની પ્રોડક્ટ બંધ કરવાનો ફેંસલો લેવો પડી રહ્યો છે. આ સંદર્ભે એપલે તેના સૌથી શક્તિશાળી ઉત્પાદન iMac Pro કોમ્પ્યુટરનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તાજેતરમાં વેબસાઇટ પર તેનું મોડેલ પેજ અપડેટ કર્યું છે. આ સમય દરમિયાન ગ્રાહકોને કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી સપ્લાય કરવામાં આવશે ત્યાં સુધી કંપની આ પ્રોડક્ટનું વેચાણ ચાલુ રાખશે. ત્યાં જ તેમની વેબસાઇટ પરનો કસ્ટમ ઓર્ડર વિકલ્પ પણ કાયમ માટે દૂર કરવામાં આવ્યો છે.
Appleએ કહ્યું હતું કે, iMac પ્રોડક્ટ લાઇન કાયમ માટે બંધ કરવામાં આવશે. જોકે કંપની આ ઉત્પાદન કેમ બંધ કરી રહી છે. તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સુપ્રસિદ્ધ ટેક જાયન્ટના લેટેસ્ટ લોન્ચની વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે,એપલ વધુ શક્તિશાળી એઆરએમ આધારિત સિલિકોન ઇન-હાઉસ પ્રોસેસર્સ અને ગોઠવણીઓ સાથે આઇમેક કમ્પ્યુટર્સ લોન્ચ કરશે તેમ કહેવામાં આવે છે.
ખરેખર કંપનીએ ગત વર્ષે ઓગસ્ટ 2020માં પોતાના iMac Proના લોવર એન્ડ 8 મોડલ અને 10 કોર વર્ઝન બેસ ઓપ્શનને બંધ કરી દીધુ હતું. ત્યાં જ iMac Pro ડેબ્યૂ બાદથી જ માર્કેટમાં એપલનું સૌથી દમદાર ઓપ્શન હતું. આ દરમિયાન જ સૂત્રોના હવાલાથી જાણકારી મળી કે એપલ ખુબ જ જલ્દી પોતાના ઓલ ઇન વન કોમ્પ્યુટરને રિડિઝાઇન કરી શકે છે.
iMac Pro એટલે કંપનીની સૌથી દમદાર પ્રોડક્ટ પોતાના આ રૂપમાં 2017માં લોન્ચ થયુ હતું. આ તે સમયની સૌથી હાઇ એન્ડ વોરિયન્ટ હતું. જેમા ગણા દમદાર ફીચર્સ હતા. આ એવું વર્કસ્ટેશન હતું જે વીડિયો એડિટિંગની સાથે 3ડી મોડલિંગ કરવા માટે પણ ઉપયોગ થતુ હતું. iMac Proના ડિફોલ્ટ કંફિગ્રેશનની ચર્ચા કરીએ તો તેમા યૂઝરને 27 ઇંચનું રેટિના 5K ડિસ્પ્લે, 3.0GhZ 10 કોર ઇંટેલ Xeon W પ્રોસેસર, 32 જીબી ECC મેમરી, 1 ટીબી હાર્ડ ડીસ્ક, Rdeon Pro Vega 56 પણ સાથે મળતું હતું.
VR Sunil Gohil