ગત વર્ષે સર્વને ઘણી મુશ્કેલીઓ આવી. કેટલાં લોકોએ પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે. કેટલાં લોકો જીવનમાં હાર માની બેસી ગયા હતા. સઘળું વેરવિખેર થઈ ગયું હતું. ભવિષ્ય કોઈને ખબર નથી હોતું. ખબર હોય છે તો બસ એટલી કે મુશ્કેલીઓ આવશે, તેનો સામનો કરવાનો પણ રહેશે અને તેનાથી જીતવાનું પણ રહેશે. ગયા વર્ષે આપણી કેટલાં લોકો પાસેથી સઘળું જતું રહ્યું હતુ. પણ જે વસ્તુ તે લોકો પાસે હમેશા હતી એ હતી “આશા”.
આ નવા વર્ષ પર હું એ જ સંકલ્પ રાખીશ કે ગમે તે થશે, ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે હું મારી આશા ક્યાંય નહીં જવા દઉં. મારો બીજો સંકલ્પ એ રહેશે કે મારું આ વર્ષ હર્ષ અને ઉમંગથી વીતે. દિવસના અંતે હું નિરાશ ન હોવી જોઉં. હું અને મારા આજુ બાજુના લોકો ઉમંગમાં રહીએ, અને જો કઈ વસ્તુ મારા માગ્યા પ્રમાણે ન જાય તો હું “આશા” હમેશા રાખું. બસ પોતાની નજરમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ બનવું એ મારો સંકલ્પ રહેશે.