1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.
2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે…
3. ભૂખ તો … સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.
4. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..
5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?
6. ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી ‘સુગર’ ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે…!!
7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.
8. “ઘર નાનું હોય કે મોટું” પણ
જો મીઠાશ ન હોય તો… માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..
9. લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..
10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે
11. પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..