કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે છે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત.
👉 મકાઇ
નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર.
👉 જીભ
હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર ‘હલો’ તે કહે.
👉 મોબાઇલ
મારે ટોડલે બેસે છે,
ટેહુક ટેહુક કરતો ભાઈ
ઠૂમક ઠૂમક કળા કરે
કલગીવાળો એ છે ભાઇ.
👉 મોર
કલબલ એ તો કરતી જાય
ઠૂમકા મારે એ તો ભાઈ
ચાલે એ તો ધીમી ચાલ
નાના પરીવારની એ જાત.
👉 કાબર
વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી
👉 બિલાડી
આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છુ,
મોઢુ છે પણ મૌન છુ
બોલો, હું કોણ છું ?
👉 ઢીંગલી
હૂપ….હૂપ… કરતો હું આવ્યો
ડાળી મકાન કુદતો આવ્યો
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો.
👉 વાંદરો
હું તો કરતો ચૂં….ચૂં…ચૂં…
નામ છે મારુ શું…શું…શું…
ભાળી જાઉ બિલ્લી માસી
થઇ જાતો હું છું…છું…છું…
👉 ઉંદર
પોચું પોચું ધોળું ધોળું
આમ દોડુ તેમ દોડુ,
જો કોઇને આવતા ભાળુ
ચાર પગે દોટ કાઢું
👉 સસલું
ચાંપ દબાવો જગ ઢંઢોળે,
ઉંદર સંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો.
👉 કમ્પ્યુટર