આ ટ્રેન લગભગ 107 વર્ષથી બીલીમોરા અને વઘઇ વચ્ચે દોડે છે. આ રેલવે એ દેશમાં બાકી રહેલા કેટલાક નેરોગેજમાંથી એક છે.
આ ટ્રેન મહારાજ સયાજીરાવ ગાયકવાડે 1914 માં શરૂ કરી હતી. બીલીમોરાથી વઘઈ સુધીની યાત્રા 63 કિલોમીટરની છે. આ ટ્રેનને “બાપુની ગાડી” (બાપુની કાર) તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને જ્યારે પણ બાપુનું નામ દેખાય છે, તરત જ મહાત્મા ગાંધીનો વિચાર આવે પરંતુ આ નામ “બાપુની ગાડી” નો મહાત્મા ગાંધી સાથે કોઈ લેવા દેવા નથી.
તમે કોલકાતાના ટ્રામ વિશે તો સાંભળ્યું જ હશે!!! આ ટ્રેન એ “ટ્રામ” ની યાદ અપાવે છે. આ ટ્રેન અહીંના આદિવાસી જાતિના વેપાર માટે જીવનરેખા છે. સાગના લાકડા લાવવા આ ટ્રેન સો વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. આજે આટલા વર્ષો પછી પણ આ ટ્રેન હજી પણ વેપાર માટે પરિવહન કરે છે. આ ટ્રેનમાં સવારી કરવી એ ખરેખર એક લ્હાવો છે…