પોરબંદર શહેરના સુદામા મંદિર નજીક ભગવાન જગન્નાથનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં જગન્નાનથી, બલભદ્ર, સુભદ્રાજીની પ્રતિમા આવેલી છે. આ મંદિરેથી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ૧૯૮૩ના પુર બાદ પોરબંદર જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન બંધ થયું હતું. ત્યારબાદ સમયજતા ર૦૧૪થી ફરી એક વખત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી ન હતી. પરંતુ ચાલુ વર્ષે પણ આ રથયાત્રા અનિવાર્ય સંજોગોના કારણે નહીં નિકળે. અષાઢી બીજના દિવસે નિજમંદિરમાં દર્શનનું તેમજ મહાપ્રસાદીનું પણ આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના પ્રાચીન જગન્નાથ મંદિરે દર વર્ષે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે તેમજ રથયાત્રામાં જોડાતા હોય છે. પરંતુ કોરોના અને અનિવાર્ય સંજોગોના કારણે નહીં નીકળે. પરંતુ બીજના દિવસે નીજ મંદિરમાં સવારથી સાંજ સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મુકવામાં આવશે.
જગન્નાથજીના મંદિરમાં બે પૌરાણિક રથ આવેલા છે
પોરબંદર શહેરમાં ભગવાન જગન્નાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે. વર્ષો સુધી અષાઢી બીજના દિવસે પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળતી હતી. પરંતુ કોઇ કારણોસર કોઇ કારણોસર રથયાત્રા બંધ કરવામાં આવી હતી. આ મંદિરમાં બે રથ છે જેમાં એક રણ ૧૬૦ વર્ષ જૂનો અને એક ૧૦ર વર્ષ જૂનો રથ જોવા મળી રહ્યો છે.
રામાવત પરિવાર દ્વારા ભગવાન જગન્નનાથજીની સેવાપૂજા
પોરબંદરમાં આવેલા પૌરાણિક ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સેવાપૂજા રામાવત પરિવાર દ્વારા કરવામાં આવે છે. નિયમીત આ મંદિરમાં પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે તેમજ અષાઢી બીજની ઉજવણીને લઇને તમામ ધાર્મિક પ્રસંગોની પણ હષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ રામાવત પરિવાર દ્વારા અષાઢી બીજના દિવસે નિજ મંદિરમાં દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પ્રશાંતભાઇ રામાવતે જણાવ્યું હતું.