આજે રંગનો તહેવાર એટલે હોળી…આજના દિવસે અનેક ઘરોમાં લાડવા બનતા હોય છે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવતો હોય છે. જો કે ઘણાં લોકોથી લાડવા બરાબર બનતા હોતા નથી જેના કારણે ટેસ્ટ સરખા પ્રમાણમાં બેસતો નથી. આમ, જો તમારાથી પણ આવું જ કંઇક થાય છે તો આ રેસિપી નોંધી લો તમે પણ…
સામગ્રી
- 1 કપ ઘઉંનો કકરો લોટ
- 200 ગ્રામ ગોળ
- 50 ગ્રામ દળેલી ખાંડ
- 200 ગ્રામ ઘી
- ઇલાયચી
- ખસખસ
- પિસ્તા
- કોપરું
બનાવવાની રીત
- લાડવા બનાવવા માટે સૌ પ્રથમ ઘઉંનો કકરો લોટ લો.
- આ ઘઉંના લોટને ઘીમાં ભેળવો.
- ત્યારબાદ ગરમ પાણી લો અને આ લોટમાં થોડું-થોડું એડ કરતા જાવો.
- હવે આ તૈયાર થઇ ગયેલા લોટમાંથી નાના-નાના મુઠિયા બનાવી લો.
- આ મુઠિયાને વચ્ચેથી દબાવીને ચપટા કરવા ખૂબ જરૂરી છે.
- મુઠિયા બની જાય એટલે ઘી ગરમ કરવા મુકો અને પછી આ મુઠિયાને તળી લો.
- મુઠિયાને સતત પલટાવતા રહો જેથી કરીને બહુ લાલ ના થઇ જાય.
- હવે આ મુઠિયાને બે હાથની મદદથી તોડી લો અને પછી મિક્સરમાં દળી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કઢાઇમાં ધી ગરમ કરવા મુકો.
- ઘીમાં ગોળ નાંખો અને ગોળ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.
- હવે આ ઘીમાં દળેલા મુઠિયા કરો.
- આ ચુરમામાં ઉપરથી નારિયેળનું છીણ અને પિસ્તા નાંખીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ આ ચુરમામાં ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણમાં થોડું ગરમ ઘી ઉમેરીને મધ્યમ સાઇઝના લાડવા વાળો.
- એક એક કરીને બધા લાડુ વાળી લો અને પછી ડિશમાં ખસખસ પાથરીને બધા લાડુને હલકા હાથે ગોળ ફેરવી લો.
- તો તૈયાર છે લાડુ