હેલ્થ ટિપ્સ: સાઈનસના દુખાવા અને દબાવથી રાહત મેળવવા માટે અહિંયા વાંચો…
સાઇનસનો દુખાવો ઋતુની એલર્જી અને વારંવાર છીંક આવવાથી થાય છે. સાઇનસના દબાણમાં વધારો અને દુખાવો, કોઈપણ ઋતુમાં સહન કરવું અશક્ય બનાવે છે. તીવ્ર સાઇનસાઇટિસ ક્યારે અઠવાડિયા સુધી રહે છે. ત્યારે સાઈનસના દુખાવા અને તેના દબાવથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ…
સાયનસની સમસ્યામાં નાકમાંથી મોટા ભાગે પાણી વહેતું રહે છે. એવામાં નાસ લેવાને સૌથી બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. એક વાસણ લઈ તેમાં ઉકળતું ગરમ પાણી લો. ત્યારબાદ તમારા ચહેરાને વાસણની પાસે લઇ જઇ એક ટુવાલ અથવા બ્લેન્કેટથી ઢાંકી દો. આ ગરમ પાણીની વરાળમાં શ્વાસ લો. જેમ-જેમ વરાળ અંદર જશે તેમ-તેમ બંધ નાક ખોલવામાં મદદ મળશે. સ્ટીમ લેવાથી સાઇનસની સમસ્યામાં આરામ મળે છે. તમે સ્ટીમ લેતી વખતે ગરમ પાણીમાં વિક્સ અને ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો.
1. ગરમ પાણીથી સ્નાન કરો અને ગરમ, ભેજવાળી હવામાં શ્વાસ લો. જેથી લાળ તોડી શકાય અને તેને બહાર કાઢવામાં મદદ મળે.
2. તમારે ચહેરા પર ગરમ અને નરમ ભીનું કપડું લગાવો.
3. નાકને સાફ કરવા માટે નેટી પોટનો ઉપયોગ કરો.
4. ગરમ પીણાના સેવનથી પણ સાયનસની સમસ્યાને આરામ મળે છે. ગરમ પીણું બંધ નાકને ખોલી દે છે. જો થઈ શકે તો આયુર્વેદિક ચા અથવા ઉકાળો બનાવીને પીવો જોઇએ. સાયનસની સમસ્યાથી લડી રહેલા લોકોએ ધુમ્રપાનથી દૂર રહેવું જોઈએ. તેનાથી સાયનસની સમસ્યા વધી શકે છે.
5. સાઇનસમાં ઘણી વખત નાક બંધ થાય છે. જેના કારણે માથું ભારે-ભારે લાગે છે. આવું થાય ત્યારે ગરમ પાણી લઈ તેમાં ટુવાલ ભીનો કરવો. ત્યારબાદ આ ટુવાલ નીચોવીને તેનાથી પોતાનો ચહેરો ઢાંકી લેવો. આવું કરવાથી આરામ મળશે.