હું તો ઈશ્વરના હૈયાથી નિતરી,
આ દુનિયા કહે છે મને દિકરી
મારૂં શૈશવ સમાયું બાપુનાં આંગણે,
બાપુની આબરૂનો દરિયો હું દિકરી
પિયરના માળાની માયા મૈં મુકી,
પાનેતર પે’રી પતિનાં પગલે ચાલી હું દિકરી
કેટલાંય અરમાનો છોડ્યાં ! દુનિયા શું જાણે ?
માંગણી નહીં લાગણીની મૂરત હું દિકરી
~ કવિ કિરણ ચૌધરી ‘કિસંગ’