શું? રાખ્યું છે આ ફોન માં એક કહું વાત તને
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
સાથે રહીને લખોટી, સંતાકૂકડી રમતા ,
કપડા મેલા કરી શરીર નું ધ્યાન ન રાખતા ,
હવે આવ્યો આ નિર્જીવ એને શું કહીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
શુ હતી બાળપણ ની મજા રમતા જ્યારે સાથે ,
શાળાએ જઈને કરતા મસ્તી ને સાહેબ મારે હાથે ,
તેવી મજા ને તેવી માર આ ફોનને શું માંગીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
મા ને સતાવી મા ને થકવતા ,
કરતા એટલો પ્રેમ કે મા ને હાથે જમતા ,
હવે આ ફોનમાં ફોટાને શું પ્રેમ કરીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
છત્રી ભૂલતા ઘરે વરસાદ સાથે વાતો કરતા ,
બીમાર પડી પપ્પા મારે માર , તોય ન સુધરતા ,
આ ફોન થી શું હવે પલડીયે,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
શાળામાં સાથે રમીને ભેગું જમતા ,
છોકરા ને છોકરીઓ સાથે રમતા ,
ને મનમાં કાંઈ ખોટો વિચાર ન કરતાં ,
આમાં ક્યાં આપણે pabg-babg રમીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
દાદા જોડે વાતો માણતાં તેમના હાથ-પગ દબાવીએ,
વાર્તાઓ સાંભડી ત્યાં સૂઈ જતાં સવારે સુરજ દાદાના દર્શન કરીએ ,
આ શું સવાર સવાર માં whatsapp, Instagram, Facebook ચેક કરીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
નાનો ફોન રાખતા શરમ આવે શું ટચકીન ટચકીન માંગીએ ,
પપ્પા કરતા મોંઘો ફોન લઈએ પપ્પાને શરમ મા પાડીએ ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
શું? રાખ્યું છે આ ફોન માં એક કહું વાત તને ,
હાલ ને ભેરુ બાળપણ બાળપણ રમીએ
ફોન આવ્યો બાળપણમાં તે બાળપણ ક્યાંથી કહેવાય
જવાની અને બાળપણમાં પછી ફરક ક્યાંથી દેખાય
” માણસ થયો વ્યસ્ત , ક્યાં? જઈ તું સંતાણે
નિર્જીવ થયો સરદાર શું માણસ જઈ રહ્યો અંધારે? ”
~Rajdip.d