બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે ક્યારે ક્યાં પ્રોબલેમ સામે આવી જાય તે કંઈ કહી શકાઈ નહીં. એવામાં અત્યારે હાર્ટ એટેકના અનેક બનાવો સામે આવે છે. જે ચિંતાનો વિષય છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે હાર્ટ એટેકના ખતરાથી બચવા માટે અને હર્દયના રોગ ધરાવતા લોકોએ કેવા પ્રકારના શાકભાજી અને ફળ ખાવા જોઈએ…
આપણે અસંતુલિત આહાર લેતા હોય છીએ જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે. જે હાર્ટ પ્રોબ્લેમ વધારે છે. જેથી કોલેસ્ટ્રોલ હોય તેવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ ફળ ખાવ
– હાર્ટ એટેકથી બચવા માટે બેરી અને દ્રાક્ષ ખાઈ શકે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે આહારમાં તમામ પ્રકારની બેરી જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબેરી અને દ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ.
– આ સિવાય તમે સફરજન ખાસો તો પણ તમને ભરપૂર માત્રામાં ફાઈબર મળશે.
– એવોકાડો ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટોલ ઘટે છે.
આ શાકભાજી ખાવ
– દરેક વ્યક્તિએ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ
– લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અને લીલોતરીઓમાં લ્યુટીન અને કેરોટીનોઈડ હોય છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
– હાર્ટ એટેકથી બચવા માટે તમારે રીંગણાનું સેવન કરવું જોઈએ. કારણ કે તે પાચન તંત્રને સારૂ બનાવે છે. અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
– ટામેટાં ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. ટામેટાંનો રસ હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેથી, ટામેટાં દરરોજ ખાવા જોઈએ.